૪ માર્ચના દેશભરમાં શિવરાત્રિ ઉત્સાહ સાથે ઉજવવામાં આવશે. શિવરાત્રિ હિંદુ ધર્મનો એક મુખ્ય તહેવાર છે. જાણો આ શિવરાત્રિઅ રાશિ પ્રમાણે ભગવાન શંકરને શું ચડાવવાથી લાભ થશે…
મેષઃ
મેષ રાશિના જાતકોએ તાંબાના લોટામાં જળ લઇ તેમાં થોડો ગોળ ઉમેરીને શિવજીનો અભિષેક કરવો જાઇએ અને શિવજીને લાલ ફૂલ અર્પિત કરવા જાઇએ.
વૃષભઃ
આ રાશિના લોકોએ દૂધ અને પાણીના મિશ્રણથી શિવલિંગનો અભિષેક કરવો જાઇએ. આ દરમિયાન ચાંદી કે સ્ટીલના લોટોનો ઉપયોગ કરો, તાંબાના લોટાનો નહી, સાથે જ વૃષભ રાશિના લોકોએ શિવલિંગ પર દહીં, સફેદ ચંદન, સફેદ ફૂલ અને ચોખા ચડાવવા જોઇએ.
મિથુનઃ
મિથુન રાશિમાં જન્મેલા લોકોએ ભોળાનાથની પૂજા બિલિપત્રથી કરવી જાઇએ. શિવલિંગનો અભિષેક શેરડીના રસથી કરશો તો વિશેષ લાભ મળશે.
કર્કઃ
આ રાશિના લોકોએ ઘીથી શિવજીનો અભિષેક કરવો જોઈએ. જો કાચુ દૂધ શિવજી પર ચડાવશો તો ઇચ્છા પૂરી થશે. સફેદ ચંદનનથી શિવજીનુ તિલક કરવુ.
સિંહઃ
આ રાશિના લોકોએ પાણીમાં ગોળ નાખીને શિવજીને ચડાવવો. શિવજીને ઘઉં ચડાવવાથી વિશેષ લાભ થશે.
કન્યાઃ
આ રાશિના લોકોએ શિવજીને પ્રસન્ન કરવા માટે શેરડીના રસનો અભિષેક કરવો જાઇએ. શિવલિંગ પર બિલિપત્ર અને ભાંગના પાન ચડાવવાથી વિશેષ લાભ થશે.
તુલાઃ
શિવજીની કૃપા મેળવવા માટે આ શિવરાત્રિએ તમારે અત્તર, ફૂલ, સુગંધિત જળ અથવા તેલથી શિવજીનો અભિષેક કરવો જોઈએ અને સાથે જ મધ ચડાવવાથી વિશેષ લાભ થશે.
વૃશ્ચિકઃ
વૃશ્ચિક રાશિએ પંચામૃતથી શિવજીનો અભિષેક કરવો જોઈએ. આમ કરવાથી શિવજી તમારા પર જલ્દીથી પ્રસન્ન થશે.
ધનઃ
આ રાશિના લોકોએ કેસર અથવા હળદરવાળા દૂધથી શિવજીનો અભિષેક કરવો જોઇએ. આ સાથે જ શિવલિંગ પર બિલિ પત્ર અને પીળા ફૂલ ચડાવવા જોઇએ.
મકરઃ
મકર રાશિના લોકોએ કાળા તલથી શિવજીને અભિષેક કરવો જોઇએ, આમ કરવાથી શિવજીની કૃપા પ્રાપ્ત થશે.
કુંભઃ
કુંભ રાશિના લોકોએ પણ શિવજીને કાળા તલ અર્પણ કરવા જાઈએ. સાથે જ ગંગાજળથી શિવજીનો અભિષેક કરવો જોઇએ. આનાથી જીવનના કષ્ટ અને સંકટ દૂર થશે
મીનઃ
મીન રાશિના લોકોએ શિવલિંગ પર પીળા ફૂલ ચડાવવા જોઈએ. સાથે જ પીળા રંગની મીઠાઇનો ભોગ લગાવવો જોઇએ. આમ કરવાથી તમને જબરદસ્ત ફાયદો થશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



