માસ્કો,તા.૩
બ્રિક્સનાં પાંચ દેશો(ભારત, ચીન, બ્રાઝિલ, રશિયા અને દક્ષિણ આફ્રિકા) પેમેન્ટનાં નવા સિસ્ટમ માટે કામ કરી રહ્યાં છે. રશિયન મીડિયાએ આ અંગેની જાણકારી આપી છે. આ પેમેન્ટ સિસ્ટમને બ્રિક્સ-પે કહેવામાં આવે છે. જેમાં એક જ કાર્ડથી પાંચ દેશોમાં ચુકવણી થઈ શકશે. પશ્વિમી દેશો પર નિર્ભરતા ઓછી કરવા માટે આ વ્યવસ્થા લાવવામાં આવી રહી છે.
નવા પેમેન્ટ સિસ્ટમમાં બ્રિક્સ દેશોમાં એક ઓનલાઈન વોલેટ બનાવામાં આવશે. રશિયાનાં વેલ્થ ફંડ વિભાગ ભારત અને ચીન સાથે મળીને આ કામ હાથ ધરી રહ્યું છે.
મળતી માહિતી પ્રમાણે બ્રિક્સ પે, એપલ પે અને સેમસંગ પેની જેમ જ કામ કરશે. જેથી યુઝર્સ મોબાઈલ એપથી ચુકવણી કરી શકશે. જેમાં યુઝર્સનાં ખાતામાં જાડાયેલી કરન્સીથી કોઈ ફરક નહી પડે. સિસ્ટમ યોગ્ય રીતે કામ કરે તે માટે બ્રિક્સ દેશોએ નેશનલ પેમેન્ટ સિસ્ટમને એક ખાસ ક્લાઉટ પ્લેટફોર્મ સાથે જાડ્યુ છે.
બ્રિક્સ દેશોનાં સેન્ટ્રલ બેન્ક, શંઘાઈ કોર્પોરેન ઓર્ગેનાઈઝેશન (SCO)રશિયાની આગેવાની વાળી યુરેશિયન ઈકોનોમિક યુનિયન (EEU) પણ એક જાઈન્ટ પેમેન્ટ સિસ્ટમ બનાવવા માટે કામ કરી રહી છે. દક્ષિણ આફ્રિકાને છોડીને તમામ બ્રિક્સ દેશોનું પોતાનું નેશમલ પેમેન્ટ છે. જેમાં ભારતનું રૂપે, ચીનનું યુનિયમન પે, બ્રાઝિલનાં ઈએલઓ અને રશિયાનાં મીર સિસ્ટમનો સમાવેશ કરવામાં આવે છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



