ચોકીદાર હોવા છતાં રફાલ ફાઈલની ચોરી….? શું દેશ સુરક્ષિત હાથોમાં છે….?

0
7

અજીબ દાસ્તા હૈ યે,કહા શુરુ કહા ખત્મ…યે મંજીલે હૈ કૌનસી ના દેશ સમજ શકે ના હમ….! આવું જ કંઈક ચાલી રહ્યું છે દેશમાં હાલના સમયમા. પાકિસ્તાનને ખેંચી-ખેંચીને મારવાવાળા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પુલવામાં બદલો લીધા પછી બે હાથ જોડી મંચ ઉપરથી કહ્યું કે દેશ હવે સુરક્ષિત હાથોમાં છે. અને લોકોએ પોત પોતાની રીતે સુરક્ષિત હોવાના માની લીધું હવે કોઈ બગીચો ઉજડશે નહી, હવે વતન આતંક મુક્ત છે એવુ દેશવાસીઓને લાગી રહ્યૂ હતું કે અચાનક મોદી સરકારે સુપ્રીમ કોર્ટમાં રફાલ ગોટાળાની સુનાવણી દરમિયાન કહ્યું કે રફાલ વિમાન સોદા સાથે જાડાયેલી ફાઈલોની ચોરી થઈ ગઈ છે….! હમણાં જ કાલે કે પરમ દિવસે વડાપ્રધાન શ્રી મોદીએ મંચ ઉપરથી પડકાર કર્યો કે ચોકીદાર જાગ્રત છે તો પછી ચોકીદાર હાજર હોવા છતાં રફાલ જેવી અતિમહત્વપૂર્ણ અને સંવેદનશીલ મુદ્દા ની ફાઈલ કેવી રીતે ચોરી થઈ ગઈ….? કોર્ટે પૂછ્યું પણ ખરૂ કે સરકારે આ ચોરીની તપાસ માટે શું પગલા લીધા ….? શું પોલીસને જણાવ્યુ, શું એફ આર આઈ દાખલ કરવામાં આવી… સરકાર તરફથી કહેવામાં આવ્યું કે તપાસના આદેશ આપી દેવાયા છે રફાલ નો મામલો વડા પ્રધાનની પોતાની છબીની સાથે જાડાયેલો મામલો છે વિરોધ પક્ષ આમાં ગોટાળો થયો હોવાના આરોપ લગાવી રહ્યા છે એક અખબાર દ્વારા આ સોદાની એવી જાણકારી આપી રહ્યું છે કે જે આ સરકારને પસંદ નથી આવી રહ્યું. કોંગ્રેસ અને રાહુલ ગાંધી વડાપ્રધાનને ચોકીદાર ચોર કહી રહ્યા છે અને ફાઈલોની ચોરી થઈ ગઈ છે આખરે દેશના રાજકારણમા અને સરકારમાં આ શું થઈ રહ્યું છે…?
રક્ષા મંત્રાલય કોઈ મામૂલી કે સામાન્ય મંત્રાલય નથી દેશની સુરક્ષાથી જાડાયેલ કે જ્યા મહત્વપૂર્ણ નિર્ણયો લૈવામા આવે છે અને જ્યાં નાની એવી વસ્તુ ને પણ સુરક્ષિત માનવામાં આવે છે આવા મંત્રાલયની તિજારીમાંથી કોઈ james bond આવીને રફાલ ની ફાઈલ ગાયબ કરી દે છે અને કોઈને આ બાબતની પણ પણ નથી આવતી. કોઈ તપાસ પણ નથી બેસાડવામાં આવી અને કહી દેવું કે ફાઈલ ચોરી થઈ ગઈ… બસ વાત પૂરી….!દેશ આનુ શુ સમજે….? વડાપ્રધાન કહે છે કે દેશ હવે સુરક્ષિત હાથોમાં છે તો આ હાથ એવા કેવા સુરક્ષિત છે કે તેના હાથમાંથી કોઈ રફાલની ફાઈલ લઈને ભાગી ગયા….? સરકારે કોર્ટમાં એવું પણ કહ્યું કે એક અખબારમાં રફાલ સોદાને લઈને જે જાણકારી આપવામાં આવી રહી છે તે આ ચોરી થયેલ ફાઇલમાંથી લઈને આપવામાં આવી રહી છે….! અને આ ઓફિશિયલ સિક્રેટ એકટ નો ભંગ છે. મામલો સ્પષ્ટ છે કે રફાલ ફાઈલ કોણે ચોરી તો પછી સરકાર આ અખબાર ની વિરુદ્ધમાં પગલા કેમ નથી લઈ રહી….?
સરકારના કોઈ મંત્રાલયમાંથી એક એવા સોદાની ફાઇલ ચોરી થઈ જાય કે જે દેશની આંતરિક અને બાહ્ય સુરક્ષા ની સાથે જાડાયેલી હોય તે ચોરી થઇ જાય અને સરકારમાં કોઈ ખળભળાટ ન થાય એ કેવી રીતે બની શકે….? શું દેશ એવું માની લે કે જે સરકાર રફાલ જેવા મામલાની ગુપ્ત ફાઈલ સંભાળીને ના શકે તે આગળ શું કરશે….? દેશ આશ્ચર્યમાં છે વિરોધ પક્ષ રફાલ સોદામાં ગોટાળાની સાબિતી ઉપર સાબિતી આપી રહ્યો છે અને રફાલ ની ગુપ્ત ફાઈલ રક્ષા મંત્રાલય માંથી કોઈ એવો એરા ગેરા-નથુ ગેરા આવીને ઉઠાવી જાય અને એ પમ લોખંડી મહિલા રક્ષામંત્રી નિર્મલા સિતારમણને ખબર જ ના પડે….? જાગ્રત ચોકીદારના હોવા છતાં ચોરી થાય તો જવાબદારી કોની….? સવાલ અનેક છે પરંતુ જવાબ નથી…!! હવે એ સાંભળવા મળે તો નવાઈ નહીં થાય કોઈ ખુશખબરની કે રફાલ ની ફાઈલ મળી ગઈ….!

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY