સંત કબીરનગર,તા.૭
જિલ્લાનાં પ્રભારી મંત્રી આશુતોષ ટંડન સામે તેમનાં જ ધારાસભ્ય રાકેશ સિંહ બધેલ પર જૂતા ફેંકનારા સાંસદ શરદ ત્રિપાઠી બેસ્ટ સાંસદનો એવોર્ડ જીતી ચુક્વ્યા છે. ફેમ ઈન્ડિયા શ્રેષ્ઠ સાંસદ પુરસ્કાર -૨૦૧૮ની શ્રેણીમાં સન્માન મેળવનારા ૨૫ સાંસદોમાંથી ત્રિપાઠીએ પ્રથમ સ્થાન મેળવ્યુ હતુ. જા કે, બુધવારે જિલ્લા યોજના સમિતિની બેઠકમાં થયેલી મારપીટની ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ બતાવવામાં આવી રહ્યુ છે. તો બીજી બાજુ ધારાસભ્ય સિંહે કહ્યું કે, તેઓ રાજ્ય નેતૃત્વ સામે આખી વાત કરશે.
માર્ચ ૨૦૧૮માં દિલ્હીનાં વિજ્ઞાન ભવનમાં ફેમ ઈન્ડિયા શ્રેષ્ઠ સાંસદ પુરસ્કાર -૨૦૧૮નું આયોજન કરાયું હતું. જેમાં ૨૦૧૪નાં લોકસભા ચૂંટણીમાં જીત બાદ પેહલી વખત ગૃહમાં પહોંચનારા સાંસદ ત્રિપાઠીને પ્રથમ સ્થાન મળ્યું હતું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



