ચૂંટણી નહી મોસમ જામી છે. પેટ ભરાઈ જાય એવા એવા વાયદા આપવામાં આવી રહ્યા છે. ઉમેદવારી પત્ર ભરવામાં આવી રહ્યા છે. ત્યારે મંત્રીઓ સંસદસભ્યોની ચલ અચલ સંપત્તિઓની જાણકારીની સાથે તેમના પર કોઈ કેસ ચાલી રહ્યો હોય તો તેની માહિતી પણ મળશે. પરંતુ જા કોઈ આર.ટી.આઈ અંતર્ગત કેટલા આઇ.એ.એસ અધિકારીઓ, બાબુઓની વિરુધ્ધમાં કેસ ચાલી રહ્યા છે.? કેટલાની વિરુદ્ધ તપાસ ચાલી રહી છે..?તેની માહિતી માગશો તો તમારે કેન્દ્રીય સૂચના આયોગ સુધી જવું પડશે…..! તાજેતરમાંજ સી આઈ સી એ કેન્દ્ર સરકારને આદેશ કર્યો છે કે સરકાર એવા તમામ બાબુઓના નામ જાહેર કરે કે કેટલા આલા અફસરોની વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરવાનો કે નથી કરવાનો સરકારે નિર્ણય કર્યો છે. નૂતન ઠાકોર નામના એક આર.ટી.આઈ એક્ટીવીસ્ટે આ અંગેની માહિતી લેવા માટે કેન્દ્રીય સૂચના આયોગ સુધી જવું પડ્યું. તેના પહેલા તેને કોઈએ પણ આ જાણકારી ના આપી. કેન્દ્રીય સૂચના આયોગે માન્યું કે આ જાણકારી જાહેર કરવામાં કોઈ મુશ્કેલી નથી. અને જનતાના હિતમાં આ જરૂરી છે. હવે જાવાનું એ છે કે સરકાર ખાલી જાણકારી આપે છે કે તેની વિરુદ્ધ અદાલતના દરવાજા ખટખટાવે છે.
કહેવામાં તો બધી સરકારો પારદર્શી વહીવટના વાયદાઓ કરે છે. પરંતુ જ્યારે એવી કોઈ માહિતી જનતાને આપવાની હોય તો ગુપ્તતાના નામ પર તેના ઉપર પડદો નાખવાના પ્રયત્ન કરાય છે. શું લોકોને આ બાબતની જાણકારી ના હોવી જાઈએ કે તેમના ઉપર શાસન કરવાવાળા કેટલા દૂધથી ધોયેલા છે……? મંત્રીઓ કે સાંસદોની સંપત્તિઓની અને પોલીસ કેસ ની જાણકારી મળી શકે છે. તો આલા અફસરો શું કાનુનથી ઉપર છે કે શું….? તેમના ઉપર કેટલા કેસ કેવા પ્રકારના ચાલી રહ્યા છે તેની જાણકારી કેમ જાહેર કરવામાં નથી આવતી….? તેમાં એવું તો શું છે કે તેને છુપાવવાના પ્રયત્નો કરાય છે….? સરકારે કોઈપણ અધિકારીની વિરુદ્ધ તપાસના આદેશ આપ્યા હોય તો તેમાં કાંઈક ને ક્યાંય સત્યનો અંશ હશેજ. તેની તપાસ થાય તો ખબર પડે કે આ અધિકારી ખરેખર દોષિત છે કે નિર્દોષ. આવી માહિતી છુપાવવાથી તો લોકોના મનમાં વધુ શંકાઓ વધશે. શું ભારત લોકશાહી દેશ છે કે ચીનની જેમ એક વ્યક્તિનું જ રાજ છે….?
લોકશાહી વ્યવસ્થામાં લોકોને તમામ માહિતી સરળતાથી મળવી જાઈએ. હા, જા કોઈ દેશની સુરક્ષા સાથે જાડાયેલ માહિતી હોય તો તે જાહેર ના કરે એક નિર્ણય બરોબર છે. પરંતુ અધિકારી કે જે લોકોના સેવક છે. જેમનો પગાર જનતાના પૈસાથી થાય છે. તેના પર કોઈ પોલીસ કેસ હોય તો તે જનતાથી શા માટે છુપાવવાનું….? શું આવી માહિતી દેશની સુરક્ષાની સાથે જાડાયેલી છે…..? લાગે છે તો એવું કે આ માહિતી જાહેર કરવામાં આવે તો દુશ્મન દેશ આપણી ઉપર હુમલો કરી દેશે કે ભારત કમજાર થઈ ગયું છે અને તેનો ફાયદો લઈ લો…! એÂક્ટવિસ્ટ નૂતન ઠાકુરને આવી માહિતી નહિ આપવાવાળા અધિકારી બાબુ છે. તેમણે તેને કેન્દ્રના આયોગ સુધી જવાને માટે મજબૂર અને પરેશાન કર્યો હશે. સરકાર કેન્દ્રીય સૂચના આયોગના આદેશને ચેલેન્જ કરવાને બદલે તેને જાહેર કરે. જેથી દેશ જાણી શકે કે અધિકારીની વિરુદ્ધ આખરે કેસમાં શું છે….? આ કોઈ પ્રેમની વાત નથી કે જે છુપાવવી પડે બાબુઓની વાત છે તો જનતા એ જાણવાઙ માગે છે કે તેમને જેલમાં મોકલવાનો આદેશ આપવાવાળા કેટલા સ્વચ્છ છે….!
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



