કોંગ્રેસ કાર્યકરોએ સ્વ,ઇન્દિરા ગાંધીની ૧૦૦ મી જન્મજયંતી ની ઉજવણી કરી.

0
12

પૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીની ૧૦૦મી જન્મ જયંતિ પર ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રમુખ પરિમલસિંહ રણા, પૂર્વ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા, સંદિપ માંગરોલા, પ્રવકતા નાજુ ફડવાલા, વિકિ શોખી તથા કોંગી આગેવાનો અને કાર્યકરોએ ‘ઇન્દિરા ગાંધી અમર રહો’ના નારા સાથે પૂર્વ વડાપ્રધાન સ્વ.ઇન્દિરા ગાંધીને પુષ્પાંજલિ અર્પિત કરી.

પૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીનો જન્મ ૧૯ નવેમ્બર ૧૯૧૭એ રાજનીતિક રૂપથી પ્રભાવશાળી નહેરુ પરિવારમાં થયો હતો. એમના પિતા જવાહરલાલ નહેરુ અને એમની માતા કમલા નહેરુ હતી. ઇન્દિરા ગાંધી વર્ષ ૧૯૬૬ થી ૧૯૭૭ સુધી સતત ત્રણ વખત ભારત ગણરાજ્યની પ્રધાનમંત્રી રહયા અને ત્યાર બાદ ચોથી વખતમાં ૧૯૮૦ થી લઇને ૧૯૮૪માં એમની રાજનીતિક હત્યા સુધી ભારતની પ્રધાનમંત્રી રહ્યા હતા. ઇન્દિરા ગાંધી ભારતની પ્રથમ મહિલા પ્રધાનમંત્રી હતી. ઇંદિરા ગાંધી ૧૯૬૬ થી ૧૯૮૦ સુધી સતત ત્રણ વખત દેશની પ્રધાનમંત્રી રહી ત્યારબાદ ૧૯૮૦ થી લઇને ૧૯૮૪ સુધી ગાંધી ચોથી વખત પ્રધાનમંત્રી રહ્યા હતા.

પ્રથમ મહિલા વડાપ્રધાન સ્વ. ઇન્દિરાગાંધીની જન્મ જયંતિ નિમિત્તે તેમને પુષ્પાંજલિ અર્પણ કરી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણાએ જણાવ્યું કે, હંમેશને માટે તેમની યાદોને ભુલી શકાય તેમ નથી. આઝાદીની લડાઇથી લઈ સ્વતંત્રતા સુધી ઇન્દિરાજીનું આ દેશમાં મહત્વનું યોગદાન રહેલું છે. ૧૬ વર્ષ સુધી ભારતદેશના પ્રધાનમંત્રી રહી આ દેશની અંદર સામાજિક, આર્થિક અને રાજનિતિમાં તેમણે ઉન્નતિનું કાર્ય કરેલું છે.પાકિસ્તાન જેવા દેશને વિભાજિત કરી ભારત દેશના સહયોગથી બાંગલાદેશને નવો બનાવવાનું કાર્ય કર્યું અને સમગ્ર વિશ્વમાં એક લોખંડી મહિલા તરીકે તેમનું નામ ફલીત થયું.

ધનંજય ઝવેરી:-9978406923

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY