ભાજપાનુ મહિલા સશક્તિકરણઃ અમે ગમે તે કરીએ… સત્તા અમારી… દાદાગીરી અમારી….!?

0
11

ગુજરાતમાં શિસ્તબદ્ધ પક્ષ ભાજપાને મહિલા સશક્તિકરણ તરફ વિશેષ લગાવ છે. ત્યારે ભાજપાના નરોડાના ધારાસભ્ય ને પીવાના પાણી અંગે ફરિયાદ કરવા ગયેલી મહિલાને ધારાસભ્ય અને તેના સાગરીતોએ મહિલાને લાફા-લાતોથી ઢબેડી નાખી હતી. ખુદ ભાજપના જ ધારાસભ્ય બલરાજ ઠાવાણીએ લાતો મારીને મહિલા સશક્તિકરણ કોને કહેવાય તેનો પરચો આપી દીધો હતો….!? જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગયો હતો. અને લોકોમાં ભાજપના ધારાસભ્ય થાવાની સામે લોકોમા ભારે રોષ ભભૂકી ઉઠયો છે. ત્યારે ભાજપના નેતાઓ કે રૂપાણી સરકારમાંના એક પણ માઇના લાલના પેટમાંનુ પાણી હલતું નથી. ત્યારે પ્રજામાં રૂપાણી સરકાર અને ભાજપા માટે જે લાગણી અને વિશ્વાસ હતો તેમાંયે ખાસ કરીને મહિલાઓને ત્યારે તેનું હનન સરાજાહેર ભાજપાના ચૂટાયેલા જન પ્રતિનિધિ અને તેના સાગરીતોએ મહિલા પર હુમલો કરીને કર્યુ છે. તો ભોગ બનેલ પિડીતા મેઘાણીનગર પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા દોડી ગયા પણ ફરિયાદ સ્વીકારાઈ નહીં અને મેઘાણીનગર પોલીસ સ્ટેશન પણ એવું જ કહે છે કે આવી કોઈ ઘટનાની જાણ નથી…! ત્યારે સવાલ એ ઉઠે છે કે કાયદો અને વ્યવસ્થા માત્ર કોમનમેનનેજ જાળવવાની…? જો ધારાસભ્ય પોતે આ પ્રકારે પોતાના મતદાર મહિલાને માર મારે તો સ્વાભાવિક છે કે બુટલેગરો, માથાભારે તત્વો અને લુખ્ખાઓને પ્રોત્સાહન મળે….!! હવે સવાલ એ છે કે માર મારવો, બળાત્કાર કરવા કે હત્યા કરવી અને માફીમાગવી આ ક્યાંનો ન્યાય..? ભાજપા માત્ર ઠપકો આપે તેનાથી નહિ ચાલે કાયદેસર પગલા લેવાવા જોઇએ તેવી પ્રજાની લાગણી અને માગણી ઉભી થઈ છે….!!
અમદાવાદ શહેરના કેટલાક વિસ્તારોમાં પાણીની અછત ઊભી થઈ છે લોકો રજૂઆતો કરે, ફરિયાદ કરે અને પ્રતિનિધી માત્ર ઠાલા આશ્વાસનો આપે પરંતુ પ્રશ્નનો કોઈ નિકાલ ના કરે ત્યારે પ્રજામાં આક્રોશ પેદા થાય. લગભગ પંદરેક દિવસ પહેલા ભાજપના ધારાસભ્ય બલરાજ થાવાનીના ભાઈ કે જેઓ કોર્પોરેટર છે તેમણે પોતે હાજર રહીને પાણીનુ મુખ્ય કનેકશન કપાવી નાખ્યું હતું. જે સમયે કેટલાક લોકોએ વિરોધ કર્યો હતો અને કિશોર થાવાણીએ ગુસ્સામાં આવીને એક ફરિયાદીને ઝુડી નાખ્યો હતો અને પાણી માટે લોકોને ટટળતા કરી દીધા હતા. તેનો પણ વીડિયો વાયરલ થયો હતો પરંતુ ભાજપા નેતાગીરીએ મૌન ધારણ કરી લીધું હતું અને પ્રજા બિચારી… બાપડી… કરે તો કરે પણ શું…? હવે લોકસભાની ચૂંટણી પણ પૂરી થઈ ગઈ છે. હવે ભાજપાનો પોતાનો અસલી ચહેરો શુ છે તે બહાર આવી રહ્યો છે…!!
આજે ભાજપાના નરોડાના ધારાસભ્ય થાવાણી અને તેમના ભાઈએ તેની સાબિતી આપી છે કે… સત્તા હમારી…. દાદાગીરી હમારી… હમ ચાહે વો સહી… લોગોકા ક્યા…? આ ઘટનાના વાયરલ થયેલા વિડિયોમાં નથી લોકટોળું દેખાતું. માત્ર પાણીની ફરિયાદ કરવા આવેલી મહિલાને માર મારતા થાવાણીના સાગરીતોએ મહિલાને જમીન પર પાડી દેવા સાથે માર મરતા રહેતા ખુદ ભાજપના ધારાસભ્ય બલરાજ થાવાણી મહિલાને પાટુ મારતા દેખાય છે. જ્યારે મહિલાને માર મારતા હતા ત્યારે મહિલાનો પતિ દોડી આવ્યો હતો અને થાવાણીને દૂર કરતા મહિલાના પતિને પણ ઝુડી નાખ્યો હતો. આખરે મામલો મેઘાણીનગર પહોંચ્યો હતો. બંને પક્ષના લોકો ત્યા હાજર હતા પણ પોલીસે તે સમયે ફરિયાદી લીધી ન હતી. આખરે રાજ્યભરમાં આ ઘટના અંગે ભારે ઓહાપોહ થતા અને તે સાથે મહિલા આયોગ પણ તેમાં કુદી પડતા પોલીસે ૧૬ કલાક પછી ફરિયાદ લીધી હતી.ત્યારે સવાલ એ ઉઠે છે કે જો કોઈ સામાન્ય વ્યક્તિ આવો ગનો કરે તો તાત્કાલિક ધરપકડ થાય છે પણ આ ઘટનામા ફરીયાદ મોડી લેવા માટે કોણ જવાબદાર….??
આ ઘટનાનો વિડીયો વાયરલ થતા રાજ્યભરમાં ભારે હોહા મચી ગઈ હતી ત્યારે એક ખાનગી ચેનલમાં ધારાસભ્ય થાવાણીએ કહ્યું હતું કે મારી ઓફિસમાં ટોળાએ હુમલો કર્યો હતો. જેથી મને પણ ગુસ્સો આવી ગયો હતો મેં ભૂલ કરી છે….. હું માફી માગુ છુ….. પરંતુ લોકોનો આક્રોશ બેહદ છે જે શાંત થશે કે કેમ..?! બીજી તરફ અહીંના સ્થાનિકો. કહે છે કે અહી કોઈ ટોળા આવ્યા ન હતા. માત્ર પાણી ની ફરિયાદ માટે બે ત્રણ બહેનો આવી હતી જેમાં આ બહેનને ઓફિસ બહાર ધકેલીને પાડી દેવામાં આવી હતી. પરંતુ અગત્યનો સવાલ એ છે કે એક લોક પ્રતિનિધિ કાયદો હાથમાં લઈને આ રીતે એક મહિલાને તેના સાગરીતો સાથે મારી શકે ખરા….? શુ આ જનપ્રતિનિધિઓને માર મારવાની સત્તા આપવામાં આવી છે….? ભાજપા જાગે…. તમારી મહિલા સશક્તિકરણના ધજીયા ઉડી રહ્યા છે. લોકોની માંગણી છે કે આ ધારાસભ્યને પક્ષમાંથી બરતરફ કરે…. શું ભાજપ તેનો સ્વીકાર કરશે…?

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY