વડાપ્રધાને એવું તે શું કહી દીધું કે માલ્યા ખુશ થઈ ગયો- આખરે સચ્ચાઈ શું છે….?

0
6

ભારતની બેંકોને ચૂનો લગાડીને વિદેશ ભિગી જનારાઓમાં છેલ્લા પાંચ વર્ષમાં સૌથી પહેલું નામ વિજય માલ્યા નું આવે છે. બ્રિટનના નાગરિક હોવા છતાં પણ તે ભારતમાં રાજ્ય સભાના સાંસદ બન્યા હતા. કિંગફિશરના આ રાજા ૯,૦૦૦ કરોડનો ચૂનો લગાવીને વિદેશ ભાગી ગયો. તેને ભારત પાછો લાવીને તેના વિરુદ્ધ કેસ ચલાવવાની કાર્યવાહી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણી સભાઓમાં એવુ કહી રહ્યા છે કે નહીં કે સરકારે કાળા નાણાં રોકવાને માટે આટલા કડક કાયદા બનાવ્યા કે કેટલાક લોકો ભારત છોડીને ભાગી નીકળ્યા. પરંતુ તેઓ દુનિયાના કોઈ પણ દેશમાં કે ક્યાંય પણ જાય ભારત સરકાર તેને છોડવાની નથી. તાજેતરમાં વડાપ્રધાને દેશના લોકો સાથે વાતચીત કરતા કહ્યું કે લોકો ભારતથી ભાગી રહ્યા છે. તેમની ૯ વસૂલાતની સામે સરકારે તેમની ૧૪ કરોડની સંપતિ જપ્ત કરી છે. વડાપ્રધાને માલ્યાનું નામ નથી લીધું પરંતુ ૯૦૦૦ ના નાણા તેમની સાથે જોડાયેલા છે. આ વાત ઉપર માલ્યાએ લંડનથી પોકાર કર્યો કે જુઓ જુઓ ખુદ ભારતના વડાપ્રધાન કહી રહ્યા છે કે ૯૦૦૦ ની સામે ૧૪૦૦૦ ની સંપતિ જપ્ત થઈ ગઈ છે એટલા માટે પી એમ નું નિવેદન આ વાતની પુષ્ટિ કરે છે કે મારાથી પુરી વસૂલાત થઈ ગઈ અને હવે કે ભગોડા નથી.
જા ભારતના વડાપ્રધાને કહ્યું કે માલ્યાની નવ હજાર કરોડથી પણ વધારાની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. તો પછી સીબીઆઈ, ઈ ડી, આ બધી સરકારી એજન્સીઓ લન્ડનની અદાલતમાં માલ્યાને પાછા લાવવાનો ખર્ચ શા માટે કરી રહી છે…..? બની શકે છે કે વડાપ્રધાનને અધિકારીઓએ ખોટી જાણકારી આપી હોય અને તેના આધાર ઉપર વડાપ્રધાને કઈ દીધું કે ૯૦૦૦ કરોડની સામે ૧૪૦૦૦ કરોડની સંપતિ સરકારે લઈ લીધી છે. અગર જો આ સાચું છે તો પછી હવે માલ્યાને સરકાર ભાગી ગયેલો ન માને. તેની સાથેજ હવે નિરવ મોદીની પણ સંપત્તિ જપ્ત કરે. નિરવ મોદીએ ૧૩,૦૦૦ કરોડ નો ગોટાળો કર્યો છે એટલા માટે તેની ૨૦ હજાર કરોડની સંપત્તિ જપ્ત થવી જોઈએ. નીરવ મોદી પણ માલ્યાની જેમ હવે લન્ડન શહેરમાં છે. જાકે ત્યાંની જેલમાં છે અને જામીન માટે કાર્યવાહી કરી રહ્યો છે. પહેલીવાર જામીન ના મળતા બીજી વાર જામીન લેવા માટે અરજી આપી ત્યારે ભારતની સરકારી એજન્સીઓ માનો કે નીરવ મોદી હવે હાથમાં આવી જ ગયો છે. એવુ માનીને વિદેશ ગઈ પરંતુ નિરવ મોદી તેમના હાથમાં ન આવ્યો. કેમકે નીરવની જામીન અરજી બીજીવાર પણ કાઢી નાખવામાં આવી. અને તે ત્યાંની જેલમાં જ બંધ છે. જો કે અત્યારના સમયમાં સરકારના જે અધિકારીઓ તેને લેવા ગયા તેઓ શુ ત્યાંના કાયદા કાનુન જાણતા નથી કે શું….?
માલ્યાના રસ્તે ચાલીને નીરવ મોદી પણ ત્યાના કાયદાનો પૂરો ફાયદો ઉઠાવશે. અને જ્યારે કોઈ રસ્તો નહીં બચે ત્યારે તે ભારતના હાથમાં આવશે. એટલા માટે ભારતના ઉચ્ચ અધિકારીઓની ટીમને વારંવાર ત્યાં મોકલીને સરકારી તિજારી પર કોઈ નો પંજા પડવા દેવો ના જોઈએ. અધિકારી તો વિદેશ આવતા જતા રહેશે અને માલ્યા કે નિરવ મોદી હાથ નહિ લાગે તો નકામો સરકારી ખર્ચ શા માટે કરવો….? વડાપ્રધાન ખુદ કહે છે કે આ લોકો ક્યાંય પણ જાય સરકાર તેને છોડવાની નથી. એટલા માટે જ્યા સુધી માલીયા કે નિરવ મોદી કે મેહુલ ચોક્સી ત્યાંના કાયદાથી હારી જાય તેના પછી તેને ત્યાંથી લાવવાને માટે અધિકારીઓની ટીમને વિદેશ મોકલવી જોઇએ. માલ્યા, નીરવ મોદી અને મેહુલ ભારતની જેલ તમારો તમારી રાહ જોઈ રહી છે. જેટલુ ઈચ્છો તેટલું ભાગો, જેટલું ચાહો ત્યાના કાયદાનો ઉપયોગ કરીને બચો. પરંતુ આવવાનું તો આખરે ભારતની જેલમાં જ છે. ભારતની જેલ ભારતના આ છુટા પડી ગયેલા લાલોની રાહ જોઈ રહી છે….!

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY