રાજદીપ ક્ષેત્રે મોટાભાગના નેતાઓ એકબીજા પક્ષ પર આંગળી ચીધતા રહે છે. પણ આંગળી ચિધતા સમયે પોતાની ત્રણ આંગળી પોતાની તરફ ચિંતામણી કરતી હોય છે પણ આ બાબત તેમને લાગુ પડતી હોય તેમ લાગતું નથી.! કારણ વોટ ખેચવા તમામ રીતના સાચા ખોટા ખેલ કરવામાં રાજકીય નેતાઓ ઉસ્તાદોકે ઉસ્તાદ હોય છે. તાજેતરમાં તેલંગાણા રાજ્યના મહેબુબનગર ખાતે તારીખ ૨૯ મીએ એક રેલી ટી આર એસ સરકાર વિરુદ્ધ યોજાઇ હતી. જેમા આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ જારદાર રીતે પહાડી અવાજમાં હિન્દી ભાષામાં ભાષણ ઝીકી દીધુ. અહીંના મોટા ભાગના લોકો સ્થાનિક માતૃભાષા તેલુગુ સમજે છે તે સાથે અંગ્રેજી ભાષા. પરંતુ હિન્દી ભાષા નહિવત લોકો જાણે છે કે સમજે છે. અહીં મહેબૂબ નગર ખાતે યોજાયેલી રેલીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પહાડી અવાજમાં ત્યાંના મુખ્યમંત્રી કે.ચંદ્રશેખર રાવ વંશવાદ અને તૃષ્ટિકરણની રાજનીતિ નો ચહેરો છે એવો આરોપ મુક્્યો. તે સાથે તેમણે એવું પણ કહ્યું કે અહીંયા કરવામાં આવેલ ગઠબંધન તેલંગણાના લોકો ના ફાયદા માટે નહીં પરંતુ પોતાના ફાયદા માટે કરવામાં આવ્યું છે. પરંતુ આંગળી ચીધતા નરેન્દ્ર મોદીજીને પોતાના હાથનીઝ પોતાના તરફ ચીંધાયેલુ ત્રણ આંગળીને ઓળખી જ ના શક્યા…! ભાજપામાં જે વંશવાદ ચાલી રહ્યો છે તેનું શું….? છે કોઈ જવાબ….? બહુ જ ઓછા લોકોને ભાજપમાં ચાલતા વારસાવાદની કે વંશવાદની જાણકારી હશે….!!
દેશમાં રાજકીય ક્ષેત્રે ચાલતા વંશવાદ અંગે મોટાભાગે ભાજપાના નેતાઓ જ આક્ષેપ કરતા રહ્યા છે. જ્યારે કોંગ્રેસ સહિતના અન્ય પક્ષો વંશવાદ કે વારસાઈ અંગે કાંઈ બોલતા નથી. ત્યારે હવે અન્ય પક્ષોએ વંશવાદ અને વંશાવલી સહિતનની બાબતો અંગે લોકોને જાણકારી આપવાનની જરૂર છે તેમાં પણ પક્ષમાનો વંશવાદ અને સત્તા પરનો વંશવાદ જાહેર કરવાની જરૂર છે. જેથી દેશના લોકોને ખબર પડે કે ક્યાં ક્યાં વંશવાદ ચાલી રહ્યો છે.!! કોંગ્રેસના વંશવાદ અંગે ભાજપના નેતાઓએ અનેકવાર જાહેરમાં કહ્યું છે પરંતુ ખુદ ભાજપા પક્ષમાં ચાલતા વંશવાદને હંમેશા પડદા મા રાખ્યો છે. ભાજપમાં વંશવાદ કે પરિવારવાદ કેવો છે તે જોઈએ તો રાજનાથસિંહના પુત્ર પંકજસિંહ, વિજયારાજે ના પુત્રી વસુંધરા રાજે, પ્રેમ કુમાર ધુમલના પુત્ર અનુરાગ ઠાકુર, રમન સિંહ ના પુત્ર અભિષેકસિહ, યશવંત સિન્હા ના પુત્ર જયંત સિંન્હા, સ્વ. પ્રમોદ મહાજનની પુત્રી પૂનમ મહાજન, ગોપીનાથ મુંડેની પુત્રી પંકજ મુડે, દેવેન્દ્ર પ્રધાનના પુત્ર ધર્મેન્દ્ર પ્રધાન, કલ્યાણસિંહના પૌત્ર રાજવીરસિંહ, યેદીયેરુપ્પાના પુત્ર રાઘવેન્દ્ર ,સર્વેશ કુમારના પુત્ર સુશાંતસિંહ, હુકમસિંહ ની પુત્રી મૃગાકાસિહ, ઓમપ્રકાશ સિંહનો પુત્ર અનુરાગસિંહ, સ્વામી પ્રસાદ મૌર્ય ના પુત્ર ઉત્કર્ષ મૌર્ય, જ્યોત્સ્ના શ્રીવાસ્તવના પુત્ર સૌરભ શ્રીવાસ્તવ, રવિન્દ્ર કુશવાહાના ભાઈ જયનાથ કુશવાહા, કમલેશ પાસવાનના ભાઈ વિમલેશ પાસવાન, રમાકાંત યાદવના પુત્ર અરુણ યાદવ, કૃષ્ણાનંદરાયના પત્નિ અલકા રાય, બ્રહ્મદત્ત દ્વીવેદીના પુત્ર સુનીલદત્ત દ્વિવેદી, પ્રેમ લતા કટિયારની પુત્રી નીલિમા કટિયાર, ઉદયનાથ કાવરીયાના પત્નિ નીલમ કાવરીયા, લાલજી ટંડન ના પુત્ર આશુતોષ ટંડન, સંજયસિંહના પત્નિ ગરિમાસિહ, વગેરે સહિતનાનો સમાવેશ થાય છે. આ તમામ ભા.જ.પા.ના ધુરંધરોના પુત્રો પુત્રી કે ભાઈઓ છે આને પરિવાર વાદ કહેવાય કે નહીં તે વાત વાંચકો ઉપર….!!
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



