આખરે ભૂલ ક્યાં થઇ..?!! શું ૪૪ જિંદગી બચી શકતી હતી?!! એક સવાલ

0
15

પુલવામાં આતંકી હુમલા બાદ કેન્દ્ર સરકાર હરકતમાં આવી ગઈ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૪૪ જવાનોની શહીદી પછી પણ રાષ્ટ્રીય શોક જાહેર ના કરતા ટ્રેનને લીલી ઝંડી બતાવી રવાના કરી અને બુંદેલખંડમાં જાહેર સભાને સંબોધન કરતા તાત્કાલિક ઘોષણા કરી કે સેનાને આનો જવાબ આપવાને માટે ખુલ્લી છૂટ આપી દીધી છે આતંકીઓને કયા અને કયારે આકરો જવાબ આપવો એ સેના નક્કી કરશે અને શહીદ થયેલ જવાનોનો બદલો લેવામાં આવશે શહીદોના ખૂન નો એક એક બુંદ નો હિસાબ લેવામાં આવશે વડાપ્રધાને લોકોના મનની વાત કીધી હવે સેના આનો જવાબ આપશે પરંતુ જે પ્રકારે આ સમગ્ર ઘટના બની અને આતંકી આટલા મોટા હુમલાને કેવી રીતે અંજામ આપી શક્્યા તેની તપાસ શરૂ થઈ ગઈ છે ત્યારે આઠ ફેબ્રુઆરીના દિવસે કાશ્મીર ગુપ્તચર વિભાગે આપેલ એક રિપોર્ટ ને નજર અંદાજ કરી આટલા બધા જવાનો છે એક સાથે આતંકવાદી વિસ્તારમાંથી લઈ જવાની કોને મંજૂરી આપી તેની તપાસ સૌથી પહેલા થવી જાઈએ.
એવી ખબર આવી છે કે ૮ ફેબ્રુઆરીના દિવસે ગુપ્ત જાણકારી આપવામાં આવી હતી કે આતંકવાદી હુમલો થઈ શકે છે અને હુમલામાં આઇ.ઇ.ડી નો ઉપયોગ થઈ શકે છે તને થયું પણ એવું કે જેમાં આઈ ઈ ડી નો ઉપયોગ કરવામાં આવ્યો અને ૪૪ જવાનો શહીદ થઈ ગયા કાશ્મીરમાં છેલ્લા કેટલાય વર્ષોથી આતંકવાદ ચરમસીમા પર છે જ્યાં હુમલો થયો તે પુલવા વિસ્તારમાં સતત આતંકવાદી ઘટનાઓ થઈ રહી છે એવામાં એકસાથે ૨૫૦૦ જુવાનોને એક જ રૂટ ઉપરથી લઈ જવા અને ગુપ્ત જાણકારી હોવા છતાં ત્યાંથી પસાર થવું તેની તપાસમાં સવાલ એ છે કે ગુપ્ત જાણકારી પછી પણ સધન સુરક્ષાના વ્યવસ્થા કેમ કરવામાં ના આવી ….? એકસાથે આટલા બધા જવાનોને લઈ જવાનો નિર્ણય આખરે કોનો હતો….?શું એક પછી એક લઇ જઈ શકતા નહોતા….? સવાલ અનેક છે જે દેશના નાગરિકો પૂછી રહ્યા છે સવાલ તો છે પરંતુ તેના જવાબો આમ લોકો સુધી પહોંચી શકશે….? કેમકે આવી બાબત નો રિપોર્ટ સામાન્ય લોકો સુધી નહિ પહોંચે અને ગુપ્તતાના નામ ઉપર સરકારના માળિયામાંજ પડી રહે છે.
કાશ્મીર પોલીસે જે ખાનગી જાણકારી ઘટનાના એક અઠવાડિયા પહેલા સી આર પી એફ સહિત બધાને લેખિતમાં મોકલી હતી તેને બહુ જ અર્જન્ટ આપવામાં આવેલ હતી જાવાનો ની મુવમેન્ટ પહેલા આ વિસ્તારમાં બધી જ રીતે સફાઈ કરવાની સલાહ પણ આપવામાં આવી હતી આ પ્રકારની સફાઈ એટલે કે ત્યાં સંપૂર્ણ રીતે તપાસ કરવી અને તે તેના પછી જવાનોની ગાડીઓને ત્યાંથી લઈ જવી પરંતુ લાગે છે કે આ ગુપ્ત જાણકારી ને કોઈએ ગંભીરતાથી નથી લીધી અને ૭૦ ગાડીઓ માં જવાનો ને લઈને નીકળી ગયા સંપૂર્ણ તપાસ કરવામાં આવી હોત તો લગભગ ૩૦૦ કિલો આરડીએક્સ થી ભરેલી આત્મઘાતી આતંકી કાર ની ખબર પડી જતી અને હુમલાને રોકી શક્્યા હોત ૪૪ જિંદગી બચી શકી હતી કોની ભૂલ છે તેની તપાસ થવીજ જાઇએ જેથી કરીને હવે પછી આવી ભૂલ ન થાય અને કોઈપણ આતંકીઓના હુમલામાં દેશનો એક પણ જવાન આ રીતે શહીદ ન થાય.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY