ન્યુ દિલ્હી,તા.૧૬
પુલવામામાં થયેલા આતંકવાદી હુમલાના કારણે દેશભરમાં આક્રોશ વચ્ચે ભારતની પશ્ચિમ સરહદે વાયુસેનાના ૧૫૦ જેટલા ફાઈટર પ્લેન્સનો જમાવડો જાવા મળી રહ્યો છે.
આ વિમાનોમાં જેગુઆરથી લઈને મિરાજ ૨૦૦૦, સુખોઈ-૩૦ અને મીગ ૨૯નો પણ સમાવેશ થાય છે. રાજસ્થાનના પોખરણમાં આજથી શરુ થયેલી વાયુસેનાની વાયુ શકિત એક્સરસાઈઝ માટે આ પ્લેન તૈનાત કરાયા છે.પ્લેન્સની સાથે સાથે લડાકુ હેલિકોપ્ટર્સ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ પણ તેમાં સામેલ થનારા છે.
જેમાં વાયુસેના પોતાની તાકત દેખાડશે.દર વર્ષે વાયુસેના પોતાની તૈયારીઓનુ પ્રદર્શન દેશ સમક્ષ કરવા માટે આ એક્સરસાઈઝનુ આયોજન કરે છે.આ વખતે યોગાનુયોગ આતંકવાદી હુમલાના કારણે દેશભરમાં ફાટી નિકળેલા રોષ વચ્ચે આ કવાયત યોજાઈ રહી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


