નવસારી ટાઉન સર્વેલન્સ સ્કોડની ટીમ દ્રારા સરકાર દ્રારા રદ કરવામાં આવેલ જુની ચલણી નોટો સાથે બે ઇસમો ને પકડ્યા

0
110

ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક બી.એસ.મોરી સાહેબ નવસારીની તરફથી મળેલ સુચના અનુસંધાને નવસારી શહેર વિસ્તારમાં બનતા શરીર સબંધી તથા મિલ્કત સબંધી ગુનાઓ અટકાવવા તથા ગે.કા પ્રવુતીઓ ઉપર રોક લાવવા માટે જરૂરી સુચના આપેલ જે અન્વયે સર્વેલન્સ સ્ટાફના પો.સ.ઇ એસ.એફ.ગોસ્વામી તથા ટીમે ગઇ તા.૧૫/૧૧/૨૦૧૮ ના રોજ પો.સ્ટે. હાજર હતા એ દરમિયાન ખાનગી બાતમીદાર મારફતે બાતમી મળેલ કે, નવસારી વિરાંજલી માર્ગ અગ્રવાલ કોલેજ પાસે આવેલ ગરનાળા પાસે એક મોપેડ હોન્ડા એકટીવા નંબર વગરની ઉપર બે ઇસમો આવનાર છે. અને જેઓ પાસે રૂપીયા ૫૦૦/- તથા ૧૦૦૦/- ની દરની જુની નોટો છે. તેવી બાતમી આધારે હકીકતવાળીજગ્યાએ રેઇડ કરતા

(૧) મોહંમદ ઝુબેર મોહંમદ હનીફ ઝવેરી ઉ.વ ૪૭ રહે. ૧૨/૮૨૯ રાણીતળાવ બીબીની વાડી સુરત તથા (૨) રમેશભાઇ વિઠ્ઠલભાઇ રાવળ ઉ.વ ૪૭ રહે નાના વરાછા નવદુર્ગા સોસાયટી મકાન નંબર- ૮ વરાછા રોડ સુરતવાળાઓ પાસેથી એક કાળા કલરના બેગમાં રૂપીયા ૫૦૦/- તથા ૧૦૦૦/-ની દરની જુની નોટો મળી આવેલ. જેમાં રૂપીયા ૫૦૦/- ના દરની જુની ચલણી નોટો નંગ- ૧૦,૯૧૩ કુલ કિ.રૂપીયા ૫૪,૫૬,૫૦૦/- તથા ૧૦૦૦ ના દરની જુની ચલણી નોટો નંગ- ૧૪૫૧ કુલ કિ.રૂપીયા ૧૪,૫૧,૦૦૦/- મળી કુલ કિમત રૂપીયા ૬૯,૦૭,૫૦૦/- મળી આવેલ જે ચલણી નોટો બાબતે બંને
ઇસમોને પુછપરછ કરતા સંતોષકારક જવાબ આપતા ન હોય જેથી સદર ચલણી નોટો સરકાર દ્રારા રદ બાતલ કરવામાં આવેલ હોય જેથી આ ચલણી નોટોની કિમત રૂપીયા ૦૦/૦૦ ગણી તથા હોન્ડા એકટીવા ૫ જી કિમત રૂપીયા ૫૫,૦૦૦/- ગણી તથા એક નોકીયા કંપનીનો 1%- 1030 મોબાઇલ જેની કિ.રૂપીયા ૧,૦૦૦/- નો મળી કુલ રૂપીયા ૫૬,૦૦૦/- નો મુદ્દામાલ સી.આર.પી.સી કલમ ૧૦૨ મુજબ કબ્જે કરી બંને ઇસમોને સી.આર.પી.સી કલમ ૪૧(૧)ડી મુજબ અટક કરેલ છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY