ઊંઝામાં આશા પટેલને કોંગ્રેસમાંથી ભાજપમાં પક્ષપલટો કરાવનારા ભાજપના મહામંત્રી કે. સી. પટેલ સામે બળવો થયો છે. મહેસાણા જિલ્લા શક્તિ કેન્દ્રમાં ભાજપના કાર્યકરોએ કે. સી. પટેલ હાયહાયના નારા લગાવી બેઠકમાં કેસરીઓ ખેસ છોડીને બહાર નિકળી જવા લાગ્યા હતા. કે. સી. પટેલના વેવાઈ દિનેશ પટેલને ઊંઝામાં મહત્વ આપવામાં આવી રહ્યું હોવાથી અને ઊંઝા ખેત ઉત્પન્ન બજાર સમિતિમાં તેમને અધ્યક્ષ બનાવવા માટે કાવતરા કર્યા હોવાનું બહાર આવતા અને આશા પટેલને ભાજપમાં લાવતાં મહેસાણા અને ઊંઝાના કાર્યકરો કે. સી. પટેલનો જાહેરમાં વિરોધ કર્યો હતો. વેવાઈ વાદ બંધ કરો, થેલા મૂકીને ચાલો, ખેસ મૂકીને બહાર આવો કહીને ઘણાં કાર્યકરો બહાર આવી ગયા હતા.
૧૫ ફેબ્રુઆરી ૨૦૧૯ના રોજ ઊંઝા બજાર સમિતિની ચૂંટણી આવી રહી હોવાથી મતદાર યાદી જાહેર કરવામાં આવી છે. ખેડૂત, વેપારી અને ખરીદ-વેચાણ સંઘ એમ ત્રણેય વિભાગના મતદાર યાદીમાં સરકારે મોટા પ્રમાણમાં ગોલમાલ કરી છે. કારણ કે આશા પટેલ અને દિનેશ પટેલના જીતાડવા માટે ભાજપ સરકારે ૩૯ જૂની મંડળીઓમાંથી ૨૧ મંડળીઓ કે જેના પર ભાજપના કાર્યકરોનું પ્રભુત્વ હતું તે રદ કરી દેઈને મતદાનથી બાકાત રાખી દેવામાં આવી છે. તેમ કરવાથી નારણ પટેલ અને ગૌરાંગ પટેલને હરાવી શકાય અને આશા પટેલ – દિનેશ પટેલને જીતાડી શકાય.
વેપારી વિભાગના ૨૧૬૦ મતદારો છે જેમાંથી ૫૨૯ મતદારો રદ કરી દેવામાં આવ્યા છે.
રદ કરેલી ૨૧ મંડળીઓમાંથી ૧૬ મંડળીઓ ભાજપના કાર્યકરની હતી. તેથી હવે ઊંઝા એપીએમસી પર ભાજપના કાર્યકરોનો કોઈ પ્રભુત્વ રહ્યું નથી. તેથી તે લોકોએ વિરોધ કર્યો હતો. આશાબેનની ૬ મંડળીઓ હતી. જેમાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની સૂચનાથી સરકારે જે. કે. પટેલ નાયબ સચિવની સહીથી એક ગેજેટ બહાર પાડેલું હતું. જેમાં ૨૭ – ૧૧ – ૨૦૧૮ના રોજ આ મંડળીઓ નોંધવાની જિલ્લા પંચાયત પાસેથી પરત ખેંચી લેવામા આવી હતી તેનું કાયદાકીય ઉલંઘન કરીને સરકારે અને ૧૮ – ૧૨ – ૧૮ના રોજ ૬ મંડળીઓની નોંધણી બારોબાર કાયદા વિરૃદ્ધ કરી હતી. જિલ્લા પંચાયત સમિતિએ કહ્યું હતું કે આ રીતે સહકારી મંડળીની નોંધણી રદ ન થઈ શકે. તેમ છતાં આશા પટેલને માટે કરવામાં આવ્યું છે. અધિકારીઓએ તેનો સુવોમોટો કર્યો હતો. ડીડીઓઓએ અને બીજા અધિકારઓએ આ મડળીઓ પર સ્ટે આપ્યો. પ્રથમ યાદી પ્રસિદ્ધ થવાની હતી ૨૮મીએ સચિવ જે. કે. પટેલે સ્ટે ઉઠાવી લીધો. એટલે આ મંડળીઓની નોંધણી ગેરકાયદે કરી દીધી. સરકારી અધિકારીએ સત્તાનો ગેરઉપયોગ કર્યો હતો. આશા પટેલની ગેરકાદયે મંડળીઓ હતી તે મતદાર યાદીમાં રાખી છે અને વર્ષોથી ચાલતી ૨૧ મંડળીઓ રદ કરી દેવામાં આવી છે.
ભાજપની મંડળીઓ રદ કરવાની જાણ તે મંડળીઓને થતાં નવી મતદાર યાદી બને તે પહેલાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને ઊંઝાની ૧૫ સહકારી મંડળીઓના ભાજપના ૨૫ નેતાઓ અને કાર્યકરો મળવા ગયા હતા અને જાણ કરી હતી કે તેમની મંડળીઓ રદ કરવામાં આવશે. ત્યારે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ તેમને ખાતરી આપી હતી કે આ રીતે વર્ષો જુની મંડળીઓ રદ નહીં થાય. આ ખાતરી મળતાં ભાજપના કાર્યકરો ઊંઝા જતાં રહ્યાં હતા. તેના ચાર દિવસમાં તમામ મંડળીઓ રદ કરી દેવામાં આવી. હવે આ કાર્યકરો કહે છે કે, જા મુખ્ય પ્રદાન રૂપાણી પોતે દગો કરતાં હોય અને વચન ભંગ કરતાં હોય તો અમારે શું કરવું. તેથી અમે ભાજપની બેઠકમાં વિરોધ કર્યો અને કે. સી. પટેલ સામે સૂત્રોચ્ચારો કરવા પડ્યા હતા. કારણ કે કે સી પટેલ પોતે આ બધું પોતાના વેવાઈ દિનેશ પટેલ કે જે કોંગ્રેસમાં છે તેના માટે કરી રહ્યાં છે. તેઓ દિનેશ પટેલને ઊંઝા એપીએમસીના ચેરમેન બનાવવા માંગે છે.
હાઈકોર્ટમાં અરજી દાખલ થઈ ત્યારે સરકાર પાસે જવાબ ન હતો. બેલા ત્રિવેદી પાસે કેસ હતો. એટર્ની જનરલને ઊભા કર્યા અને કાયદાકીય રીતે ગેઝેટ ભૂલભરેલું છે. કાયદા વિભાગ પાસેથી ગેઝેટ મંગાવ્યું. આશાની મંડલીઓ લેવમાં આવી હતી. આ પ્રક્રિયામાં જે અધિકારીઓ સંડોવાયેલા છે એમાં મહેસાણા જિલ્લા રજીસ્ટાર કેસર દેસાઈ, મહેસાણા ડીડીઓ મનોજ દક્ષિણી, જે કે પટેલ છે.
ઊંઝા બજારની ચૂંટણી માટે ૨૭ નવેમ્બર ૨૦૧૮ના રોજ નોટિફિકેશન બહાર પડ્યું હતું. તે પહેલાં આશા પટેલ અને દિનેશ પટેલે ૨૧ મતની એક એવી ૬ મંડળી ગેરકાયદે બનાવી દીધી છે. ૨૭ ફેબ્રુઆરી ૨૦૧૯માં ઊંઝા એપીએમસી માટે ફોર્મ ભરવાની તારીખ છે. ૩૯ મંડળીમાંથી ૧૩ મંડળીઓ હાલના ચેરમેન ગૌરાગ પટેલની સાથે હતી. હવે તેની સાથે કોઈ રહી નહીં.
દિનેશ પટેલ અને તેમનું કુટુંબ કોંગ્રેસના છે. તેના પિતા પણ વર્ષોથી કોંગ્રેસમાં છે. દિનેશ પટેલ ભાજપના સભ્ય નથી. તેની લાયકાત એ છે કે, તે ભાજપના મહામંત્રી કે. સી. પટેલના વેવાઈ છે. દિનેશ પટેલ ઉપેરા ગામના વતની છે. અને ઊંઝામાં રહે છે. તેઓ બિલ્ડર છે. તેમને સરકારી કોંટ્રેક્ટ પણ ભાજપના નેતા અપાવે
આભાર – નિહારીકા રવિયા છે.
વિસનગર ખાતે એસ કે યુનિવર્સિટી ખાતે ભાજપના શક્તિ કેન્દ્રની બેઠક ૧૬ ફેબ્રુઆરી ૨૦૧૯માં રાખવામાં આવી હતી. જેમાં ભાજપના અપેક્ષીતો અને જિલ્લાના હોદ્દાદારો હતા. કે સી પટેલ સાથે ભાજપ જિલ્લા પ્રમુખ હતા. અડધી બેઠક થઈ ત્યાં ભાજપના કાર્યકરો ઊભા થઈ ગયા હતા અને આશા પટેલ સામે સૂત્રોચચાર કરીને હોબાળો કર્યો હતો. પછી બેઠક અધુરી છોડીને જમ્યા વગર કે સી પટેલે ત્યાંથી નિકળી જવું પડ્યું હતું. પછી આ કાર્યકરો ગાંધીનગર ખાતે રજૂઆતો કરવા અને મંત્રણા કરવા માટે ગયા હતા. ભાજપના મહામંત્રી કે. સી. પટેલ સાથે વિવાદો કાયમ જાડાયેલા છે. મહેસાણા ડિસ્ટ્રીક્ટ બેંકને ભાજપે સત્તાનો ગેરઉપયોગ કરીને નટુ પિતાંબર પાસેથી બેંકનો વહીવટ આંચકી લીધો હતો. ત્યારે તેમાં ડખલગીરી કરીને બેંકનો વહિવટ ખાડામાં નાંખી આપ્યો છે. ભાજપના જ્યાં દશરથ જેઠા ચેરમેન બન્યા જેમને ભાજપમાંથી સસ્પેન્ડ કરાવ્યા. હવે ૪ વર્ષથી વહીવટદાર છે અને ચૂંટણી નથી. કે સી પટેલે ભાજપનું નવું બોર્ડ બેસવા ન દીધું. કે. સી. પટેલને ઉત્તર ગુજરાતમાં કોઈ પસંદ કરતું નથી.
કે સી પટેલે જમીન કૌભાંડ આચર્યું હતું. પાટણ શહેરમાં ભાજપનું શાસન હતું ત્યારે ૨૦૧૦માં ભાજપના મહામંત્રી કે. સી. પટેલે રાજકીય વગનો ઉપયોગ કરીને તેમની કાગળ પરની સંસ્થા માનો પરિવારને ૮૦૦ વાર જમીન આપી હતી. નગરપાલિકાની સિદ્ધપુર હાઈવે પર પાંચ કુવા પાસેની એમ એન હાઈસ્કુલ પાસે ૭૫ વીઘા જમીન આપેલી છે. તેમાંથી ભાજપના આ નેતાના ટ્રસ્ટને જમીન આપી હતી. પાટણ નગરપાલિકાનું મળેલું બોર્ડ તે અંગે ઠરાવ પસાર કર્યો હતો કે જમીન જે શરતોએ આપવામાં આવી હતી તે શરત પૂરી કરી નથી. ભાજપના નેતા કે સી પટેલે આચરેલી ગેરરીતિ ખૂલ્લી પાડીને જમીન પરત લઈ લેવા બોર્ડમાં ઠરાવ કરાયો હતો.
કોંગ્રેસના મંત્રી અને પાસ પૂર્વ કન્વીનર નરેન્દ્ર પટેલે આક્ષેપ કર્યો છહતો કે, આશાબેને ૨૦ કરોડ રૂપિયા લઈને ભાજપ સાથે સેટિંગ કરીને કોંગ્રેસ સાથે છેડો ફાડયો હતો. આશાબેને જનમતનું અપમાન કર્યું છે અને એમના આવા કૃત્યોથી પાટીદારો પર કોઈ વિશ્વાસ નહીં કરે. અમે આશાબેનના આ જનવીરોધી પગલાંનો વિરોધ કરીએ છીએ. નરેન્દ્ર પટેલ પહેલા પણ વરુણ પટેલ અને રેશમાં પટેલના ભાજપમાં જાડાઈ જવાનો ઉગ્ર વિરોધ કર્યો હતો અને તેમની પર પણ આક્ષેપ કર્યો હતો કે વરુણ પટેલ અને રેશમાં પટેલ પૈસા લઈ ભાજપ સાથે જાડાઈ ગયા છે. પાટણના કોંગ્રેસ ના પાટીદાર ધારાસભ્ય કિરીટ પટેલે જણાવ્યું કે મને પણ ભાજપ દ્વારા ધમકાવવામાં આવ્યો છે અને રાજીનામું આપી દેવા લાલચ પણ આપવાના પ્રયત્નો ભાજપ તરફથી કરવામાં આવ્યા છે.
ભૂજ તાલુકાના ધાણેટી ખાતે ૨૭ સપ્ટેમ્બર ૨૦૧૮ના રોજ કે. સી. પટેલે કહ્યું હતું કે, કોંગ્રેસ એક જ પરિવારનો પક્ષ છે. હવે તેઓ જ પોતાના વેવાઈને મદદ કરીને પરિવાર વાદ ઊભો કરી રહ્યા છે. આશાબહેન સાથે તાલુકા પંચાયતના ૧૦ સભ્યો સહિત ૧૧૦૦ કાર્યકરો પણ ભાજપમાં જાડાયા જે કોંગ્રેસના જ છે. આશા પટેલના નજીકના રાજકીય નેતા દિનેશ પટેલને ઊંઝા APMCના અધ્યક્ષ બનાવવા માટે ભાજપ પ્રમુખ જીતેન્દ્ર વાઘાણીએ ખાતરી આપી પછી દિનેશ પટેલે આ ખેલ પાડવા આશા પટેલને ભાજપ જાડાવા નક્કી કર્યું. આખું ઓપરેશન સિંગાપુરમાં નક્કી થયું હતું. ભાજપના મહામંત્રી કે સી પટેલ આશા પટેલને ભાજપમાં પક્ષાંતર કરાવવા માટે છેલ્લા એક મહિનાથી ઊંઝાના દિનેશ પટેલ અને આશા પટેલ સાથે વાત કરી રહ્યા હતા.
અમિત શાહની ગણતરી પ્રમાણે ઉત્તર ગુજરાતમાં જ્યાં ઠાકોર હોય ત્યાં પટેલ મતદારો માધવસિંહના સમયથી નથી રહેતા. તેથી કાંતો ઠાકોર મત પસંદ કરવાના હતા કાંતો પટેલ મત પસંદ કરવાના હતા. જેમાં કે સી પટેલની સલાહથી પટેલ મત પસંદ કરાયા હતા. કારણ કે ઠાકોર મત પૂર્વ મુખ્ય પ્રધાન અને કોંગ્રેસના નેતા માધવસિંહ સોલંકી, પૂર્વ પ્રમુખ ભરત સોલંકી અને હાલના કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાના સમયથી કોંગ્રેસ સાથે જ રહેતા આવ્યા છે. તેથી ઠાકોર મત ક્યારેય ભાજપને મળ્યા નથી.
ઊંઝાના ૮૪ પાટીદાર સમાજના ૧૨૫ ગામો ઉપરાંત મહેસાણા, પાટણ, અમદાવાદ, સુરત, વડોદરામાં ૮૪ સમાજને ભાજપે પોતાની સાથે કરી લીધો છે. તેથી ભાજપ લોકસભા અને આગામી વિધાનસભા કે જિલ્લા પંચાયત અને નગરપાલિકા જીતે તેમ ન હતો તે હવે જીત પાક્કી કરી લેવામાં આવી છે. ૮૪ પાટીદાર સમાજના લોકો અતિ ધનાઢ્ય છે. જે આર્થિક તાકાત હવે ભાજપ માટે કામ આવશે. ૮૪ સમાજમાંથી ભાજપના પૂર્વ પ્રધાન અનિલ પટેલ, અરવિંદ પટેલ, પૂર્વ પ્રધાન નરોત્તમ પટેલ, પૂર્વ ગૃહ રાજ્ય પ્રધાન રજની પટેલ, વિક્રમ પટેલ, જયશ્રી પટેલ આવે છે. જે સમાજ ઉત્તર ગુજરાતમાં સત્તાના સમીકરણ બદલી નાંખશે. જે ભાજપ માટે મોટી મુશ્કેલી ઊભી કરી શકે છે.
આશા પટેલ ભલે ભાજપમાં ગયા હોય પણ તેમણે રાજકીય આત્મહત્યા કરી છે. કારણ કે જે સમાજે તેમને ચૂંટીને મોકલેલા છે એ સમાજ કે આર્થિક રીતે મજૂત છે એવા નેતાઓને તેમણે પૂછ્યું નથી. આ નેતાઓએ ડા.આશા પટેલને લાખો રૂપિયાનું ચૂંટણી ફંડ આપ્યું હતું. કોઈને કહ્યા વગર કે વિસ્વાસમાં લીધા વગર
આભાર – નિહારીકા રવિયા તેમણે રાજીનામું આપીને કોંગ્રેસ સાથે દગાખોરી કરી છે અને ભાજપની સાથે સુંવાળા સંબંધો ઊભા કર્યા છે તે હવે પછીની ચૂંટણી જીતવી આશાબેન પટેલ માટે સરળ નથી. હવે આશા પટેલ અને કે, સી. પટેલ સામે સમગ્ર ઉત્તર ગુજરાતમાં વિરોધ શરૂં થયો છે. જે તેમના માટે રાજકીય આત્મ હત્યા ગણાવવામાં આવી રહી છે.
આ રાજકીય દાવ ભાજપ માટે એક મોટી ઉપલબ્ધી છે. હવે નીતિન પટેલ ભાજપમાં નહીં હોય તો પણ ચાલશે. ઊંઝા એ પીએમ નરેન્દ્ર મોદીના માદરે વતન વડનગરનો વિધાનસભા વિસ્તાર છે. જે રીતે ભાજપ પ્રમુખ અમિત શાહે પોતાના વતન માણસામાં ભાજપના ધારાસભ્ય જીતાડી શક્્યા ન હતા તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વતન વડનગરના વિધાનસભા મત વિસ્તાર ઊંઝામાં પણ ભાજપના ઉમેદવાર નારણ લલ્લુ પટેલ હારી ગયા હતા. વડાપ્રધાન પોતે પોતાના મતવિસ્તારની બેઠક હારી જાય તે કોઈ રીતે તેઓ સહન કરી ન શકે. તેથી આશા પટેલને અને કોંગ્રેસના એક કાંકરાથી ખતમ કરી દીધા છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



