ભાજપ-કાંગ્રેસ બંનેનો વિરોધી મોરચો શકીય છે ખરો….!!?

0
21

લોકસભાની ચૂંટણી ઢૂંકડી આવતી જાય છે તેમ તેમ રાજકીય સોગઠાંબાજીની રમત જાર પકડતી જાય છે. એક તરફ ભાજપે પોતાને લોકસભાની ચૂંટણીમાં ફાયદો કરાવી શકે તેવા સાથીઓ ગોતવા માંડ્યા છે તો બીજી બાજુ કાંગ્રેસે પણ ચૂંટણી પછી પોતાને મદદરૂપ થાય એવા સાથીદારોને રાજી રાખવાની ક્વાયત આદરી છે. આ બે મુખ્ય રાજકીય પક્ષોની મથામણ વચ્ચે એક ત્રીજા પણ ઘટનાક્રમ આકાર લઈ રહ્યો છે ને એ ભાજપ વિરોધી ને કાંગ્રેસ વિરોધી રાજકીય પક્ષોનો શંભુમેળો ભેગો કરવાનો છે. આ ઘટનાક્રમ આમ તો જૂનો છે ને જ્યારે પણ લોકસભાની ચૂંટણી આવે ત્યારે ત્યારે ભાજપ ને કાંગ્રેસ બંનેના વિરોધી પક્ષોને એક છત્ર હેઠળ લાવવાની મથામણ શરૂ થઈ જ જાય છે. તેમાં ઝાઝો ભલીવાર અત્યાર લગી આવ્યો નથી એ અલગ વાત છે, પણ એ મથામણ શરૂ ચોક્કસ થઈ જાય છે.
આ મથામણના ભાગરૂપે ઉત્તર પ્રદેશમાં માયાવતીની બહુજન સમાજ પાર્ટી અને અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટીએ એકબીજાને હારતોરા કરીને હમણાં તો લિવ ઈન રિલેશનના કરાર કરી નાખ્યા છે. આ ક્વાયતના ભાગરૂપે જ પશ્રિ્‌ચમ બંગાળમાં ખિલા ઠોકીને બેસી ગયેલાં મમતા બેનરજીએ કોલકાત્તામાં ૧૯ જાન્યુઆરી ને શનિવારે મહારેલી યોજી છે. આ રેલીમાં હાજર રહેવા મમતાએ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને પણ નોંતરેલાં, પણ બંગાળ કાંગ્રેસે ના પાડી હશે તેમાં સોનિયા-રાહુલ આ રેલીમાં નથી જવાનાં. તેના બદલે હવે લોકસભામાં કાંગ્રેસના નેતા મÂલ્લકાર્જુન ખડગે હાજર રહેવાના છે.
સોનિયા ને રાહુલ ભલે આ રેલીમાં હાજર ના રહે પણ ભાજપ વિરોધી પક્ષોમાંથી બીજા ઘણા ધૂરંધરો આ રેલીમાં હાજર રહેવાના છે. ચંદ્રાબાબુ નાયડુ, નવિન પટનાઈક, એચ.ડી. દેવ ગોવડા, કુમારસ્વામી, અરવિંદ કેજરીવાલ, શરદ પવાર, ફારુક અબ્દુલ્લા, એમ. કે. સ્ટાલિન, અખિલેશ યાદવ સહિતનાં મોટાં માથાં આ રેલીમાં હાજર રહેવાનાં છે. તેલંગણાના ચંદ્રશેખર રાવ અને માયાવતીને પણ નોંતરાં મોકલાયાં છે ને એ બંને પણ હાજર રહેશે એવો મમતાને ભરોસો છે. મમતા કોલકાત્તાની રેલીને ભવ્ય બનાવીને જારદાર શÂક્તપ્રદર્શન કરીને ભાજપને થથરાવી દેવાની વેતરણમાં પડેલાં છે ત્યારે બુધવારે તેલંગણાના મુખ્ય મંત્રી ચંદ્રશેખર રાવના દીકરા કે.ટી. રામારાવે આંધ્ર પ્રદેશમાં વાયએસઆર કાંગ્રેસના કર્તાહર્તા જગન મોહન રેડ્ડીને મળીને ભાજપને કાંગ્રેસ વિરોધી મોરચાની વાતને નવી દિશા આપી દીધી.
આ ઘટનાક્રમ મહત્વનો છે કેમ કે આપણે ત્યાં બે દાયકા પછી એવી Âસ્થતિ સર્જાઈ છે કે જ્યારે ભાજપ ને કાંગ્રેસ સિવાયના પક્ષો પણ તાકતવર લાગે છે ને એટલા તાકતવર લાગે છે કે તેમને કોઈ અવગણી ના શકે. મમતા બેનરજી અને બીજા નેતાઓ જે મથામણ કરે છે તે કેટલી કારગત નિવડે છે ને આ મોરચામાં કોણ કોણ જાડાય છે એ ખબર નથી, પણ આ બધા પક્ષો કોઈ મોરચામાં ના જાડાય તો પણ દેશની ૫૦ ટકા કરતાં વધારે બેઠકો પર આ પક્ષોનો પ્રભાવ છે જ એ કબૂલવું પડે.
ભાજપ વિરોધી ને કાંગ્રેસ વિરોધી મોરચો રચવાની ધમાધમી કરનારા આ બધા પ્રાદેશિક પક્ષો છે. ઉત્તર પ્રદેશ (૮૦), પશ્રિ્‌ચમ બંગાળ (૪૨), તમિળનાડુ (૩૯), આંધ્ર પ્રદેશ (૨૫), કેરળ (૨૧), ઓડિશા (૨૧), તેલંગણા (૧૭), મહારાષ્ટ્ર (૪૮), બિહાર (૪૦), કર્ણાટક (૨૮), ઝારખંડ (૧૪), દિલ્હી (૭) અને જમ્મુ અને કાશ્મીર (૬) એટલાં રાજ્યો એવાં છે કે જ્યાં આ પક્ષોનો પ્રભાવ છે. આ રાજ્યોની કુલ લોકસભા બેઠકોની સંખ્યા ૩૮૮ થાય છે. મતલબ કે લોકસભાની કુલ બેઠકોની સભ્યસંખ્યામાંથી બે તૃતિયાંશ કરતાં વધારે બેઠકો પર આ પક્ષોનો પ્રભાવ છે. આ પૈકી ઉત્તર પ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર, કર્ણાટક, ઝારખંડ, દિલ્હી, ઓડિશા અને જમ્મુ અને કાશ્મીર એટલાં રાજ્યોમાં પ્રાદેશિક પક્ષોનો સીધો જંગ ભાજપ સાથે છે.
આ રાજ્યોમાંથી લોકસભાની બેઠકોની સંખ્યા ૨૩૪ છે. કેરળમાં કાંગ્રેસ તાકતવર છે તેથી તેની બેઠકો બાદ કરીએ તો પણ બાકી રહેલી ૧૩૫ બેઠકો તો એવી છે કે જેના પર આ પ્રાદેશિક પક્ષોએ જ અંદરોઅંદર લડવાનું છે. ના તેમની કાંગ્રેસ સામે સ્પર્ધા છે કે ના ભાજપ સામે. જે બેઠકો જીતવાના એ પ્રાદેશિક પક્ષો જ જીતવાના. લોકસભાની લગભગ ૨૫ ટકા બેઠકો એ રીતે અત્યારથી આ પક્ષોના કબજામાં છે ને આવી તાકાત ધરાવતા પક્ષોની અવગણના કઈ રીતે કરી શકાય ?
ભાજપનો જે રાજ્યોમાં આ પ્રાદેશિક પક્ષો સાથે સીધો મુકાબલો છે ત્યાં પણ આ પ્રાદેશિક પક્ષોનો હાથ ઉપર છે જ. ઉત્તર પ્રદેશમાં માયાવતી-અખિલેશ એક થયાં એ પછી ભાજપને હંફાવી જશે તેમાં કોઈને શંકા નથી. બિહારમાં લાલુ પ્રસાદ યાદવની આરજેડી પણ ભાજપ-નીતીશને ટક્કર આપી શકે તેમ છે જ. મહારાષ્ટ્રમાં શરદ પવારની એનસીપી કાંગ્રેસ સાથે હાથ મિલાવીને ભાજપની ખરાબ હાલત કરવા સક્ષમ છે જ. કર્ણાટકમાં તો જેડીએસએ ભાજપનો ને કાંગ્રેસ બંનેનો ખેલ બગાડી નાખ્યો ને હવે ઓછી બેઠકો છતાં સત્તા ભોગવે જ છે. દિલ્હીમાં અરવિંદ કેજરીવાલે ભાજપને એકલા હાથે ભૂ પીતો કરેલો જ છે. ઓડિશામાં નવિન પટનાઈક સામે ભાજપ મુખ્ય વિરોધ પક્ષ છે ખરો, પણ બંને વચ્ચે કેટલું અંતર છે એ પણ વિચારજા. જમ્મુ અને કાશ્મીરમાં મહેબૂબા ને મુફતી એક થઈ જાય તો ભાજપનો રથ આપોઆપ રોકાઈ જાય. આપણે આ વાત ભાજપના સંદર્ભમાં કરીએ છીએ કેમ કે કાંગ્રેસનું તો તેમની સામે ટકરાવાનું ગજું જ નથી. પશ્રિ્‌ચમ બંગાળ, તેલંગણા, આંધ્ર પ્રદેશમાં કાંગ્રેસની આ પ્રાદેશિક પક્ષો સાથે સીધી ટક્કર છે, પણ કાંગ્રેસની હાલત શું છે એ આપણે તેલંગણા વિધાનસભાની ચૂંટણીમાં જાયું જ છે. આ માહોલમાં આ બધા પક્ષો એક ના થાય તો પણ ભાજપ ને કાંગ્રેસ બંને માટે મોટો પડકાર તો છે જ.
આપણે ત્યાં ભૂતકાળમાં આ રીતે ભાજપ વિરોધી અને કાંગ્રેસ વિરોધી પક્ષોને એક કરવાની મથામણ થયેલી પણ તેમાં ઝાઝો ભલીવાર નહોતો આવ્યો. ૧૯૮૯માં વિશ્ર્વનાથ પ્રતાપસિંહની સરકાર રચાઈ એ બિનકાંગ્રેસી ને બિનભાજપી સરકાર જ હતી, પણ એ વખતે ભાજપ આટલી મોટી તાકાત નહોતો. ૧૯૮૪માં ભાજપને લોકસભાની ચૂંટણીમાં ગણીને બે બેઠકો મળેલી ને વાસ્તવમાં તો ભાજપ કાંગ્રેસ સામેનો સૌથી મોટો પડકાર પણ નહોતો. એ વખતે વી.પી.એ પડકાર ઊભો કરેલો ને ભાજપ તેમના પડછાયામાં હતો. ભાજપે પોતે વી.પી. સિંહની સરકારને બહારથી ટેકો આપેલો તેથી એ પ્રયોગને બિનકાંગ્રેસ અને બિનભાજપી પક્ષોના શંભુમેળા તરીકે ના ગણાવી શકાય.
જા કે, ૧૯૯૬માં પહેલાં દેવ ગોવડા ને પછી ઈન્દર કુમાર ગુજરાલ ગાદી પર બેઠા એ ચોક્કસ એવો પ્રયોગ હતો. ત્યાં લગીમાં કાંગ્રેસ સાવ પતી નહોતી ગઈ ને ભાંગ્યું ભાંગ્યું તોય ભરૂચ હતી. બીજી તરફ ભાજપ દેશમાં સૌથી મોટો પક્ષ બની ગયો હતો, પણ એકલા હાથે સરકાર બનાવી શકે તેમ નહોતો. ૧૯૯૬માં અટલ બિહારી વાજપેયીની સરકારે કાંગ્રેસને સત્તાથી દૂર રાખવા સરકાર બનાવેલી પણ તેમની સરકાર ૧૩ દિવસ રહીને ગબડી પડી એ પછી દેવ ગોવડાને પોંખીને ગાદી પર બેસાડાયા એ પહેલો બિનકાંગ્રેસી ને બિનભાજપી રાજકીય પક્ષોની એકતાનો મોટો પ્રયોગ હતો. એ વખતે પણ બાર ભાયા ને તેર ચોકા જેવો ઘાટ હતો, પણ એ છતાં આ સરકાર અÂસ્તત્વમાં આવી એ મોટી વાત છે. સીતારામ કેસરીની લુચ્ચાઈના કારણે એ સરકાર બે વરસમાં ઘરભેગી થઈ ગઈ એ અલગ વાત છે, પણ ૧૯૯૬માં ભાજપ ને કાંગ્રેસ કરતાં બીજા પક્ષો જારાવર થઈ ગયા હતા એ કબૂલવું પડે. હવે પાછી એ જ હાલત છે ને એ પ્રકારનાં સમીકરણો રચાઈ રહ્યાં છે પણ વાસ્તવિક રીતે એવો મોરચો શકીય નથી કેમ કે આ સંઘના નેતા બને એવો કોઈ મહારથી આ પક્ષો પાસે નથી.
જા કે, સામે બીજી પણ એક વાત યાદ રાખવા જેવી છે. આ બધા રાજકીય પક્ષો બહારથી ભલે વાતો ગમે તે કરે પણ અંતે એ લોકો પોતાનાં સ્વાર્થ જાતા હોય છે ને કેન્દ્રમાં જેની સત્તા હોય તેના પગમાં આળોટતા હોય છે. આ વાત કાંગ્રેસ ને ભાજપ બંનેને લાગુ પડે છે. અત્યારે જે લોકો ભાજપ વિરોધી ને કાંગ્રેસ વિરોધી મોરચાની વાતો કરે છે તેમાંથી એક પક્ષ એવો નથી કે જે કોઈ ને કોઈ વાર ભાજપ કે કાંગ્રેસની પંગતમાં ના બેઠો હોય. સવાલ ભાજપ કે કાંગ્રેસ તેટલી બેઠકો મેળવે છે તેનો છે. ભાજપ ૨૦૦ કરતાં વધારે બેઠકો મેળવે એટલે આપોઆપ આ પક્ષો બધું બાજુ પર મૂકીને લાળ ટપકાવવા માંડે ને કાંગ્રેસ ૧૫૦ કરતાં વધારે બેઠકો મેળવે તો તેની પંગતમાં બેસવા લાઈન લાગે. આ વાસ્તવિકતા છે એ જાતાં કાંગ્રેસ-ભાજપ બંનેએ બહુ ચિંતા કરવાની જરૂર નથી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY