વોટ નથી આપ્યા તો કામ નહીં કરું, વોટ આપશો તો તેના હિસાબથી કામ કરીશ… ભલા આ પણ કોઈ વાત થઈ….?

0
32

સમગ્ર દેશમાં ૧૭ મી લોકસભા ચૂંટણીની ગરમાહટ ચાલી રહી છે. પહેલા ચરણનું મતદાન થઇ ગયું છે. બીજા ચરણનું મતદાન ૧૮મી એપ્રિલે થવા જઈ રહ્યું છે. ચૂંટણીમાં ઉભા રહેલા ઉમેદવારો દ્વારા એકબીજાની વિરુદ્ધ ઝેર કાઢવાની સાથે સાથે આમ મતદાતાઓને પણ ધમકાવવાના કિસ્સા જાવા મળી રહ્યા છે. જેમાં કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધીએ સરેઆમ એક ચૂંટણી સભામાં મુસ્લિમોને ધમકાવતા કહ્યું કે જો મને વોટ નથી આપ્યો તો તમારું કામ પણ નહીં કરું, નોકરીઓ પણ નહીં મળે. આ મેનકા ગાંધીએ મતદાતાને ધમકાવવાની સાથે-સાથે એ પણ કહ્યું કે મને જેટલા વોટ જે ગામમાંથી જે હિસાબથી વોટ મળશે તે હિસાબથી હું તેમના કામ કરીશ. ગુજરાતમાં ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ પણ મતદાતાઓને ડરાવી રહ્યા છે, ધમકાવી રહ્યા છે કે જો ભાજપને વોટ નહી આપો તો ઉજાડી નાખીશ.ગુજરાત ભા.જ.પા.ના અધ્યક્ષ જીતુ વાઘાણી હરામ જાદા, હરામખોર જેવા શબ્દોનો પ્રયોગ કરી રહ્યા છે. ગુજરાતના મંત્રી કુંવરજી બાવળિયાએ ગામડાની મહિલાઓને ડરાવી કે જા વોટ નહીં આપો તો પાણી પણ નથી. યુપીમાં સમાજવાદી પાર્ટીના આઝમખાન ભા.જ. પા.ની ઉમેદવાર જયાપ્રદાના અંતઃવસ્ત્રોને લઈને અભદ્ર ટીપ્પણી કરી રહ્યા છે. પરંતુ આ બધામાં ચૂંટણી પંચ માનીલો કે જાગતા હોવા છતાં સુવાનો ઢોગ તો નથી કરી રહી ને? કેમકે આટલા બધા નેતાઓ આચાર સંહિતા ઉલ્લંઘન કરી રહ્યા છે પરંતુ ચૂંટણી પંચ છે કે જે બસ પોતાનીજ ધૂનમાં મસ્ત છે.
કેન્દ્રના મંત્રી મેનકા ગાંધી દ્વારા મતદાતાઓને ડરાવવા, ધમકાવવા નો વિડીયો વાયરલ થયો છે. અને જે રીતે તેમણે મતદાતાઓને ડરાવવાના પ્રયત્નો કર્યા છે કે નિંદનીય છે. મેનકા ગાંધી આમ તો ગાંધી નહેરૂ પરિવારની વહુ છે. પરંતુ રાજનીતિમાં ભાજપાનો પાલવ પકડીને મંત્રી બન્યા. અને હવે ફરીથી ચૂંટણી જંગના મેદાનમાં છે. એક કેન્દ્રના મંત્રી દ્વારા આ રીતે મતદાતાઓને ડરાવવા- ધમકાવવા દહેસત ફેલાવવી એ કેટલું યોગ્ય છે? યુપીના સીએમ આદિત્યનાથ યોગી અદી અને બજરંગબલીનો ઉલ્લેખ કરી ધર્મને ચૂંટણીજંગમાં ખેંચી રહ્યા છે. આ યોગીએ ભારતની સેનાને મોદીની સેના કહીને સેનાનું ઘોર અપમાન કર્યું હતું. ચૂંટણી પંચે તેમને ફક્ત ચેતવણી આપીને બાઈજ્જત છોડી દીધા. અસલમાં જાવામાં આવે તો ચૂંટણીપંચને એ સત્તા હોવી જોઈએ કે યોગી જેવા કે આઝમખાન જેવા નિવેદન આપવા વાળાને ચૂંટણી જંગના મેદાનમાંથી જ દૂર કરી દેવામાં આવે.
ભારતનું ચૂંટણી પંચ છેલ્લા કેટલાક સમયથી ઢીલુ ઢીલુ નજર આવી રહ્યું છે. વડાપ્રધાને શહિદ જવાનોના નામે યુવાનોથી વોટ માંગ્યા પરંતુ હજી સુધી ચૂંટણીપંચે તેમના વિરૂદ્ધ કોઈ કાર્યવાહી નથી કરી. આ બધા વચ્ચે શિવસેનાના સંજય રાઉતે તો માનો કે સીમારેખા ઓળંગીને ચૂંટણીની ધજીયા ઉડાવતા કહી દીધું કે જે પણ થશે જાઈ લઈશું. ભાડમાં જાય ચૂંટણીપંચ…… શું આ ચૂંટણી પંચની અવમાનના નથી? શું આ ચૂંટણીપંચને ચેલેન્જ નથી ?ચૂંટણી પંચ આ રીતના નિવેદન આપવા વાળાની વિરુદ્ધ કાર્યવાહી કરવી પડશે નહીં તો પછી એવું થશે કે ગરીબકી જોરુ સબકી ભાભી……!

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY