મમતાજી, શું ભારતમાં નેતા- અભિનેતાઓનો દુકાળ છે કે વિદેશથી બોલાવ્યા…?

0
6

ભારતમાં ૧૭મી લોકસભા ચૂંટણીનું બીજું ચરણ ચાલી રહ્યું છે. ઉનાળાની ગરમીમાં પણ ચૂંટણી જંગના મેદાનમાં પ્રચારનું કામ જારથી ચાલી રહ્યું છે. ધર્મેન્દ્ર, હેમામાલિનીને માટે પ્રચારમાં ઉતર્યા તો કોમેડિયન રાજુ શ્રીવાસ્તવ પણ ભાજપાના પ્રચારમાં છે. પરંતુ પશ્ચિમ બંગાળમાં સત્તાધીશ પક્ષ ટી એમ ના વડા મમતા બેનરજીએ જાણે કે ભારતમાં તેમના માટે પ્રચાર કરવાને માટે કોઈ ફિલ્મ કલાકાર છે જ નહીં એવું માનીને બાંગ્લાદેશના કલાકાર ફિરદૌસ અહમદને મેદાનમાં ઉતારીને દેશને શું સંદેશો આપ્યો કે આપવા ઈચ્છતી હતી….? બોલીવુડના કલાકાર શાહરૂખખાન તો પશ્ચિમ બંગાળના બ્રાન્ડ એમ્બેસેડર છે. ખુદ મુખ્યમંત્રી મમતા તેમને મૂકવાને માટે એરપોર્ટ ગઈ હતી. શું મમતાનો પક્ષ શાહરૂખનો પ્રચારમા ઉપયોગ કરી શકતી ના હતી….?માનો કે શાહરુખ પોતાની છબી ખરાબ થાય કે કોઈ રાજકિય સિક્કો ન લાગે એટલા માટે મમતાના પક્ષને માટે પ્રચાર કરવાને માટે કદાચ તૈયાર ન પણ થયા હોય. પરંતુ એનો મતલબ એ તો નથી કે કોઈ બાંગ્લાદેશીને ભારતમાં ચૂંટણીમાં પ્રચારમાં બોલાવવામાં આવે……?
મીડિયામાં આ ખબર આવતાં એક બાંગ્લાદેશના કલાકાર ભારતમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. તુરંતજ ભારત સરકારે તમના વિઝા કેન્સલ કરી દીધા. ફિરદૌસ ભારતમાં બિઝનેસ વિઝા પર આવ્યો હતો. નહી કે ચૂંટણી પ્રચારને માટે. છતાં પણ તેમણે રાયગંજ સીટ પર તૃણમૂલ કોંગ્રેસના ઉમેદવારને માટે મતની અપીલ કરતા નજર આવ્યા. મમતા બેનરજીએ જે કર્યુ તે કદી યોગ્ય નથી. તેમણે બાંગ્લા ભાષા કે બાંગ્લાદેશથી લગાવ હોય કે ના હોય. પરંતુ બાંગ્લાદેશી દ્વારા પોતાના ઉમેદવારને માટે પ્રચાર કરાવીને દેશને ખોટો મેસેજ આપ્યો છે. શું ભારતમાં ચૂંટણી પ્રચારને માટે નેતા કે અભિનેતાઓ નો દુકાળ છે કે શું…..? બોલીવુડ માં કોઈને ફોન કર્યોઙ હોત તો શાહરૂખ કેટલાય કલાકારોની ટીમ મોકલી શક્યો હોત. પરંતુ એક બાંગ્લાદેશીને આટલુ બધુ મહત્વ દેવાની શું જરૂર હતી….? શું આ કાયદાકીય ગુનો નથી….?
મમતા બેનર્જી એક તરફ તો બાંગ્લાદેશી ઘુસણખોરોની સમસ્યાને લઇને ભારત સરકાર સામે લડતા-ઝઘડતા રહેછે, અને ત્યાં બાંગ્લાદેશીને પોતાના પક્ષના પ્રચારને માટે આમંત્રિત કરે એ વાત હજમ નથી થઈ શકતી મામલો ગરબડ વાળો તો નથીને….? શું આ એક જ મામલા છે યા બીજા પણ આવા કેટલાય મામલા છે…..? ભારત સરકારે આની તપાસ કરીને તે બાંગ્લાદેશી કલાકારની વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવી જોઈએ. આખરે એક વિદેશી આપણા દેશના લોકશાહીની ચૂંટણીના પ્રચારમા કઈ રીતે ભાગ લઈ શકે છે….? અને તે પણ એક એવા દેશના કે જેને લઇને ભારત સરકાર ગુસ્સામાં છે. આસામ શહીત કેટલાક રાજ્યોમાં બાંગ્લાદેશી ઘુસણખોરોની સમસ્યા અતિગંભીર છે. મામલો સુપ્રીમ કોર્ટમાં પણ છે. આસામમા તો એક ચૂંટણી મુદ્દો પણ બંની ગયો છે. ત્યારે મમતા દ્વારા એક બાંગ્લાદેશી કલાકાર દ્વારા પોતાને માટે પ્રચાર કરાવવો, ભારતની સુરક્ષા માટે પણ ગંભીર ખતરો બની શકે છે. મમતાજી, કલાકાર થીજ પ્રચાર કરાવવાનો હોય તો ભારતમાં ધંધાદારી કલાકારો નો કોઈ ટૂટો નથી ચાહો એટલા મળી શકે છે. પરંતુ વિદેશીને બોલાવીને ભારતનુ અવમાન અને ભારતીય સુરક્ષાની સાથે રમત રમવાની કોશિશ ના કરો. ભારત સરકાર મોડેથી જાગી છે. ફિરદૌસ… હમ હૈ સરફરોશી. ઔલ સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ મેં હૈ. ચાહે મમતા દીદીકે દિલમે હો યા ના હો… તુમાર બાગ્લા તો ભારત હમાર….ઔર મુડ મુડ કે ના દેખના દીદી, ફિર ન્યોતા દે તો ભી….!

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY