
ન્યુ દિલ્હી,તા.૨૫
કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધીએ પશુઓનુ મીટ ખાવાની જગ્યાએ પ્રયોગશાળામાં તૈયાર કરાયેલુ મીટ ખાવાની લોકોને સલાહ આપી છે.
હૈદ્રાબાદમાં ફ્યુચર ઓફ પ્રોટિન વિષય પરની એક કોન્ફન્સના ઉદઘાટન માટે પહોંચેલા મેનકા ગાંધીએ કહ્યું હતુ કે ક્લીન મીટની શોધ થઈ ચુકી છે.હવે સવાલ એે છે કે કોમર્શિયલી તેને કેવી રીતે લોકો સમક્ષ મુકી શકાય અને આ પ્રક્રિયામાં ઈન્ડસ્ટ્રીને કેવી રીતે સામેલ કરી શકાય.
તેમણે કહ્યું હતુ કે કોમ્યુનિકેશન અને ઈલેક્ટ્રીસિટીની શોધ બાદ તૈયાર માંસ પ્રયોગશાળામાં થયેલી સૌથી મોટી શોધ છે.એક પ્રાઈવેટ સર્વેમાં સામે આવ્યુ છે કે ૬૬ ટકા લોકો પ્રયોગશાળામાં તૈયાર થયેલુ માંસ ખાવા માટે તૈયાર છે.
આ કોન્ફરન્સમાં નિષ્ણાતોએ પણ આ વાતને સમર્થન આપતા કહ્યું હતુ કે નજીકના ભવિષ્યમાં બીયર બ્રુઅરીઝની જેમ મીટ બ્રુઅરીઝ પણ વાસ્તવિકતા બનશે.જોકે પ્રયોગશાળામાં બનતુ માંસ શરુઆતમાં મોંઘુ હોઈ શકે છે પણ તેને ડેવલપ કરવાની ટેકનિક જેમ જેમ વિકસતી જશે તેમ તેમ આ માંસ સસ્તુ થતુ જશે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





