મુંબઈની લોકલ ટ્રેનમાં સ્ટંટ કરનાર ચાર યુવકની ૨૪ કલાકમાં ધરપકડ

0
32

મુંબઈ,તા.૩
વડાલા પોલીસે હાર્બર લાઇન પર લોકલ ટ્રેન પર સ્ટંટ કરનારા ચાર યુવકની ર૪ કલાકની અંદર ધરપકડ કરી છે. જેમાં તે ચાલતી ટ્રેનમાં લટકીને સ્ટંટ કરતા હતા. રપ જુલાઇના રોજ આ વીડિયો સામે આવ્યો હતો. જેમાંના એક યુવકે મોબાઇલ ફોનથી જીટીબી રેલવે સ્ટેશનથી સીએસએમપી સ્ટેશનની વચ્ચે તૈયાર કર્યો હતો અને સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતો. વીડિયોમાં આ ચારેય યુવકો હાઇસ્પીડ લોકલ ટ્રેનના દરવાજા પર લટકીને સ્ટંટ કરી રહ્યા હતા.
સ્ટેશન પર ઊભેલા લોકોના મોબાઇલ ફોન ખેંચતા જોવા મળ્યા હતા. વીડિયો વાઇરલ થયા બાદ પોલીસે આ તસવીરો આસપાસના તમામ રેલવે સ્ટેશન પર મોકલી અને માત્ર ર૪ કલાકની અંદર મુંબઇના અલગ અલગ વિસ્તારમાંથી તેમને પકડી લીધા. પોલીસે તપાસની વાત કરતાં ધરપકડ થયેલા યુવાનોના નામનો ખુલાસો કર્યો છે.
પકડાયેલા યુવકોની ઓળખ ર૪ વર્ષના આમીર શેખ ઉર્ફે મમ્મા, રર વર્ષના જૈદ શેખ ઉર્ફે જાવેદ, ૧૯ વર્ષના રોહિત ચોરરિયા અને ર૦ વર્ષના શાહબાઝ ખાનના રૂપમાં થઇ છે. આ તમામ પર મુંબઇની ટ્રેનોમાં લૂંટ સહિતના કેટલાય ગુના નોંધાયા છે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY