પંજાબના અમૃતસરમાં દશેરાના દિવસે થયેલા ટ્રેન અકસ્માતના પડઘા હજુ પડી રહ્યા છે ને પંજાબમાં તો રીતસર રમખાણો ફાટી નિકળ્યાં હોય તેવી હાલત છે. વિજયાદશમીના તહેવાર પર શુક્રવારે અમૃતસરના જાડા બજારની નજીક રાવણદહનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ રેલવે ટ્રેકની નજીક બનેલા એક મેદાનમાં યોજવામાં આવેલો. આપણે ત્યાં તમાશાને તેડું નથી હોતું ને મફતમાં કંઈ પણ જાવા મળતું હોય તો લોકો હજાર કામ પડતાં મૂકીને ઊમટી પડે. આ કિસ્સામાં પણ એવું થયેલું ને ઘટનાસ્થળે એટલાં બધાં લોકો ઊમટ્યાં કે મેદાન પર સમાય નહીં. મેદાન પર જગા નહોતી તેથી લોકો રેલવેના પાટા પર જઈને ઊભાં રહ્યાં. અચાનક જ પાટા પર ટ્રેન આવી ગઈ ને લોકો કશું સમજે એ પહેલાં તો લોકો પર ટ્રેન ફરી વળી.
ટ્રેનની અડફેટે ૨૦૦ કરતાં વધારે લોકો આવી ગયેલાં ને ફિલ્મોમાં દેખાડાય છે એમ લોકો રીતસર હવામાં ફંગોળાયેલાં. તેમાંથી ૬૦ લોકોના તો ત્યાં જ રામ રમી ગયા ને બીજાં ૧૦૦ કરતા વધારે લોકોના હાથ-પગ તૂટી ગયા. નાની મોટી ઈજાઓ થઈ તેની તો આપણે વાત જ નથી કરતા. તેમને હોસ્પિટલમાં પહોંચાડાયાં. રવિવાર લગીમાં મૃત્યુઆંક વધીને ૭૦ પર પહોંચ્યો છે ને હજુ કેટલાં લોકો પતી જશે એ ખબર નથી એ જાતાં મૃત્યુઆંક વધી શકે છે.
દશેરાના દિવસે બનેલી ઘટના કમનસીબ હતી ને આઘાતજનક પણ હતી. આ દુર્ઘટનાનો આઘાત આખા દેશને લાગેલો છે પણ એ પછી જે કંઈ બન્યું એ વધારે આઘાતજનક છે. આ મામલે રીતસર રાજકારણ શરૂ થઈ ગયું છે ને જે લોકો ૭૦ લોકોનાં મોત માટે જવાબદાર છે તેમને છાવરવા જે દાવપેચ થઈ રહ્યા છે તે જાઈને આપણા રાજકારણીઓ માટે નફરત થઈ જાય. આ રાજકારણીઓની આગેવાની ભાજપ છોડીને કાંગ્રેસના પડખામાં ભરાયેલા નવજાત સિદ્ધુએ લીધી છે ને કાંગ્રેસીઓ સિદ્ધુના વાહિયાતપણાને પોષવામાં પડ્યા છે.
અમૃતસરમાં જે કંઈ બન્યું એ અણઘડ આયોજનના કારણે બન્યું. રાવણદહનનો કાર્યક્રમ અમૃતસરનાં કાંગ્રેસી કાઉન્સિલર વિજય મદાન ને તેમના દીકરા સૌરભ મદાન મિઠુએ યોજેલો. આ મા-દીકરો છાપેલાં કાટલાં છે ને સિધ્ધુ વર-બૈરીનાં ખાસ મનાય છે. વિજય મદાન કાંગ્રેસનાં જૂનાં નેતા છે પણ પહેલાં તેમનો કોઈ ભાવ નહોતું પૂછતું. સિદ્ધુ દંપતીની સોડમાં ભરાયા પછી તેમને લોટરી લાગી ને અમૃતસરમાં ટિકિટ મળી ગઈ તેથી કાઉન્સિલર બની ગયાં. સૌરભ મીઠુ યુથ કાંગ્રેસમાં હતો ને દિનેશ બસ્સી નામના માથાભારે નેતાનો પીઠ્ઠુ ગણાતો. એ પછી તેણે પંજાબના કેબિનેટ મિનિસ્ટર ઓ.પી. સોનીને પકડ્યા ને તેના કારણે યુથ કાંગ્રેસમાં હોદ્દો મળી ગયો. સિદ્ધુ કાંગ્રેસમાં જાડાયો પછી મા-દીકરાએ તેમને પકડી લીધાં તેમાં તેમનો બેડો પાર થઈ ગયો. આ બંનેએ આ કાર્યક્રમ યોજેલો ને કાર્યક્રમના સ્થળે સિદ્ધુ વર-બૈરી સાથેની પોતાની તસવીરોનાં મોટાં મોટાં પોસ્ટરો લગાવેલાં.
મદાન મા-દીકરાએ જશ ખાટવા આ બધી તામઝામ તો કરી પણ કરવાનું હતું તે ના કર્યું. તેમણે કોઈ આયોજન નહોતું કર્યું કે કોઈ વિચાર કર્યો નહોતો. દશેરા હિંદુઓ માટે મોટો કાર્યક્રમ છે ને દેશમાં હજારો સ્થળે દર દશેરાએ રાવણદહન થાય છે. કોઈ સ્થળે આ પ્રકારની દુર્ઘટનાઓ બનતી નથી ને સુખરૂપ દશેરા પસાર થાય છે ત્યારે અમૃતસર પાસે આ ઘટના બની કેમ કે આયોજકોએ સામાન્ય કાળજી પણ નહોતી લીધી. ટ્રેનના આવવા કે જવાના કે સમય સુધ્ધાંની નોંધ નહોતી લેવાઈ કે કેટલાં લોકો આવશે તેની પણ ખબર નહોતી. સાવ અવિચારીપણે કાર્યક્રમ યોજી દેવાયો ને નાના છોકરાને પણ ખબર પડે તેટલી કાળજી પણ નહોતી લેવાઈ. એ લોકોએ રેલવે ટ્રેક પાસેના મેદાનમાં આયોજન કર્યું એ તેમની સૌથી મોટી ભૂલ કહેવાય.
આ કાર્યક્રમને રેલવે દ્વારા કોઈ જ મંજૂરી નહોતી આપવામાં આવી કેમ કે કોઈ મંજૂરી માગવામાં નહોતી આવી. મંજૂરી માગી હોત તો ટ્રેનના ડ્રાઈવરને પહેલાંથી ટ્રેન ધીમી કરવાની સૂચના આપી શકાઈ હોત. અમૃતસર મ્યુનિસિપલ કોર્પોરેશન અને જિલ્લા વહીવટીતંત્રે પણ આ દુર્ઘટનાની જવાબદારીમાંથી હાથ ખંખેરી લીધા છે કેમ કે, સ્થાનિક અધિકારીઓને દશેરાના આ કાર્યક્રમની જાણકારી જ ન હતી કે તેમની મંજૂરી નહોતી લીધી. આયોજકોએ રાવણનું પૂતળું ઘટનાસ્થળથી માત્ર ૭૦-૮૦ મીટર દૂર રાખ્યું ને પછી આ પૂતળું સળગાવવામાં આવ્યું હતું. પૂતળું સળગીને નીચે પડ્યું એટલે લોકો ડરીને રેલવે ટ્રેક તરફ દોડ્યાં અને દુર્ઘટના સર્જાઈ ગઈ એવી વાતો બહાર આવી છે પણ વાસ્તવમાં લોકો પહેલેથી ટ્રેક પર ઊભાં હતાં. નવજાત સિદ્ધુની પત્ની આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન હતી ને આયોજકો તેમને લોકોને મેદાનમાં આવવા વિનંતી કરતા હોય તેવો વીડિયો વાયરલ થયો છે.
આ બધી વાતો દીવા જેવી સ્પષ્ટ છે છતાં સિદ્ધુ રેલવે તંત્રને ભાંડવા કૂદી પડ્યો. ડ્રાઈવરની બેદરકારીના કારણે લોકો મર્યાં તેવો આક્ષેપ નવજાત સિદ્ધુએ પોતે કર્યો ને તેના પગલે ડ્રાઈવર સામે લોકોની હત્યાનો ગુનો નોંધવો જાઈએ તેવું કારસ પણ શરૂ થઈ ગયું. વાસ્તવમાં આ વાતો જ વાહિયાત છે કેમ કે ડ્રાઈવરનો કોઈ વાંક જ નથી. અમૃતસરમાં જે સમયે ટ્રેક અકસ્માત સર્જાયો, તે સમયે સામાન્ય રીતે જાડા ફાટક પાસે કોઈ હોતું જ નથી. અહીંથી પસાર થતી વખતે ટ્રેનની સ્પીડ કલાકના ૧૦૦ કિલોમીટરની આસપાસ સામાન્ય સંજાગોમાં હોય જ છે. આ ઘટના બની ત્યારે લગભગ ૭ વાગ્યાનો સમય હતો અને એકદમ અંધારું હતું. જેવું રાવણદહન થયું કે તરત જ આતશબાજી શરૂ થઈ ગઈ. તેના કારણે વધારે પડતો ધુમાડો છવાઈ ગયો. ઘટનાસ્થળે પણ અંધારું હતું ને અજવાળાની કોઈ જ વ્યવસ્થા નહોતી, તેમાં ધુમાડો ભળ્યો તેથી કંઈ સ્પષ્ટ જાઈ શકાતું નહોતું. આ જગા પાછી વળાંક પર છે તેથી ડ્રાઈવરને દૂરથી પણ કશું દેખાતું નહોતું. તેથી ડ્રાઈવરને દૂરથી લોકો પાટા પર છે તે ખબર જ ના પડી.
જા કે નજીક આવ્યા પછી તેને ખબર પડી ત્યારે ટ્રેન રોકાય તેમ નહોતી. ૧૦૦ કિલોમીટરની સ્પીડે ભાગતી ટ્રેનને અચાનક રોકવામાં આવે તો ટ્રેનના ડબ્બા એકબીજા પર ચડી જાય ને ટ્રેનમાં મુસાફરી કરી રહેલા સેંકડો મુસાફરો મોતને ભેટે. ડ્રાઈવર એવું જાખમ લઈ જ ના શકે. ટ્રેક પર લોકો નજરે પડતા ડ્રાઈવરે દુર્ઘટના ટાળવાનો પ્રયાસ પણ કર્યો હતો. ડ્રાઈવરે ટ્રેનની સ્પીડ ૯૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ઘટાડીને ૬૫ કરી દીધી હતી પણ આટલી ઝડપે આવી રહેલી ટ્રેનની સ્પીડ ઘટાડીને સુરક્ષીત રીતે ઊભી રાખવા માટે લગભગ ૬૨૫ મીટરનું અંતર હોવું જરૂરી છે. આ ઘટનામાં તો સામે જ લોકો ઊભાં હતાં તેથી ટ્રેન ઊભી ના રહી શકી અને ૬૦થી વધારે લોકોનાં મોત થયાં. ડ્રાઈવર પાસે ઈમર્જન્સી બ્રેક મારવાની તક હતી પણ ઈમર્જન્સી બ્રેક મારવાની સ્થિતિમાં આખી ટ્રેન જ ઊથલી પડવાની શક્્યતા હતી. આખી ટ્રેન ઊથલી પડે તો મોટી દુર્ઘટના સર્જાય અને મૃતઆંક પણ ઊંચો રહે તેથી તેણે સ્પીડ ઘટાડવાની કોશિશ કરી પણ એ કારગત ના નિવડી. સિદ્ધુએ તો એવો દાવો કર્યો છે કે, ટ્રેનના ડ્રાઈવરે હોર્ન જ નહોતું વગાડ્યું. રેલવેએ આ વાતને વાહિયાત ગણાવીને કહ્યું કે, ડ્રાઈવરે હોર્ન માર્યું હતું પણ ફટાકડાના અવાજમાં તે સાંભળી નહોતું શકાયું.
રેલવેની વાત સાચી છે પણ સિદ્ધુ આણિ મંડળી તેને ખોટી સાબિત કરવા મથે છે કેમ કે રેલો તેમના નીચે આવી ગયો છે. લોકો મરવા માંડ્યાં ત્યારે ડરીને સિદ્ધુની પત્ની ભાગી ગયેલી. લોકો વચ્ચે ઊભાં રહીને તેમને મદદ કરવાના બદલે એ સન્નારી ઘરભેગાં થઈ ગયેલાં કેમ કે આયોજકોનો વાંક છે તેની તેમને ખબર હતી.
કમનસીબે પંજાબની કાંગ્રેસ સરકારે પણ સિદ્ધુના પોઠિયાઓને છાવરવામાં પડી છે. આ મુદ્દે જે એફઆઈઆર નોંધાઈ છે તેમાં જેમના કારણે આટલાં લોકો મર્યાં એ વિજય મદાન કે તેના દીકરાનું તો નામ જ નથી. ખરેખર તો સૌથી પહેલાં તેમને ઉઠાવીને જેલભેગાં કરવાં જાઈએ પણ તેમને તો આસાનીથી ભાગવાની સગવડ કરી અપાઈ ને ડ્રાઈવરને બલિનો બકરો બનાવવાના ઉધામા ચાલી રહ્યા છે. આપણે ત્યાં જેની પાસે સત્તા છે એ પોતાની મનમાની કરે છે ને તેનો આ નાદાર નમૂનો છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



