ખેડૂતોની ‘દિવાળી’ બગડી…દિવેલાના ભાવ એક મણે ૩૫૦ રૂપિયા ઘટયા

0
27

અરવલ્લી,તા.૫
સરકારે હજુ દિવેલાના ટેકાના ભાગ જાહેર કર્યા નથી. ખેડૂતોને આશા હતી કે, સરકાર સારા ભાવ આપે ત્યારે દિવેલા વેચશે પણ આ આશા પર પાણી ફરી વળ્યું છે અને ખેડૂતો પાયમાલ થવાના આરે આવીને ઉભા છે.
દિવેલાના ભાવ ઘટતા ખેડૂતો સાવ ઓછા ભાવે તેમની જણસ વેચવા મજબૂર બન્યા છે. ખેડૂતોના જણાવ્યા અનુસાર, છેલ્લા દસ દિવસમાં દિવેલાના ભાવમાં રૂપિયા ૩૨૫ થી ૩૫૦ સુધીનો ઘટાડો નોંધાયો છે.
માર્કેટિંગ યાર્ડના સુત્રોના જણાવ્યા અનુસાર, દસ દિવસ પહેલા એક મણ (૨૦ કિલો) દિવેલાનો ભાવ ૧૧૫૦ રૂપિયા હતો. આ ભાવ ઘટીને હવે માત્ર રૂપિયા ૮૦૦ થી ૮૪૦ રૂપિયા (૨૦ કિલો) થઇ ગયો છે. ખેડૂતોને આ ભાવ પોષાય તેમ નથી.
આ દેશમાં ખેડૂત હોવું હવે અભિશાપ બની ગયું છે. ખેતપેદાશનો ભાવ વધે તો, શહેરની મધ્યમ વર્ગને મુશ્કેલી ન પડે તે માટે તાત્કાલિક જે-તે ખેત પેદાશની નિકાસ પર પ્રતિબંધ મૂકી છે અને ખેડૂતોને ભાવ સારા મળતા નથી પણ ખેડૂતોને મુશ્કેલી પડે ત્યારે તેમની વ્હારે કોઇ આવતું નથી તેમ ખેડૂતો જણાવી રહ્યા છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY