અરવલ્લી,તા.૨૪
અરવલ્લી જિલ્લાના મોડાસા નજીક નીલ ગાય અને કારનો ભયંકર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં નવસારીના જૈન પરિવાના એક સભ્યનું મોત નીપજ્યું હતું. એટલું જ નહીં અકસ્માતમાં ઘાયલ નીલ ગાયનું પણ ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. અકસ્માતમાં ઘાટલ એકને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. સાથે સાથે ૧૦૮ એમ્બ્યુલન્સના કર્મચારીની પ્રામાણિક્તા પણ આ અકસ્માત બાદ જોવા મળી હતી. મૃતક પાસે રહેલા રોકડ અને દાગીના પણ પોલીસને સોંપ્યા હતા.
મળતી માહિતી પ્રમાણે અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના સાકરીયા પાસે શનિવારે મોડી રાત્રે કારની નીલગાય સાથે ભયંકર ટક્કર થઇ હતી. જેના પગલે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કારમાં સવાર એક આધેડનું મોત નીપજ્યું હતું. જ્યારે એક વ્યક્તિને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. નવસારીના જૈન પરિવારના સભ્યોને અકસ્માત નડતા ૧૦૮ એમ્બ્યુલન્સને બોલાવવામાં આવી હતી. જોકે, અહીં ૧૦૮ના કર્મચારીની પ્રામાણિકતા પણ સામે આવી હતી.
કર્મચારીએ મૃતક પાસે રહેલા સોનાના દાગીના અને રોકડ રકમ સહિતનો મુદ્દામાલ પોલીસને સોંપ્યો હતો. બીજી તરફ કારની ટક્કરથી ઘાયલ નીલગાયનું પણ ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



