અરવલ્લી,તા.૧૩
અરવલ્લી જિલ્લામાં કમોસમી વરસાદ ન પડયો હોવા છતાં પણ ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. ખેડૂતોને અહીંયા બટેટાનું નકલી બિયારણ મળ્યું હોવાના કારણે પાકમાં સડો થઈ ગયો છે. અરવલ્લીના ખેડૂતોએ ૨૦ દિવસ પહેલાં બટેટાનું વાવેતર કર્યુ હતું જેમાં માત્ર ૨૦ દિવસમાં જ સડો આવી જતા નકલી બિયારણ પધરાવી દેવાયુ હોય તેવી આશંકા સેવાઈ રહી છે.
બટેટાના બિયારણની વિવિધ જાત પૈકીની એલઆર જાતના બિયારણના બટેટા ખેડૂતોએ વાવ્યા હતા. જિલ્લાના ખેડૂતોનું આ બિયારણ ૨૦ દિવસમાં કોહવાઈ જવાની ઘટના સામે આવી છે.
ખેડૂતોનો પાક ઉગે તે પહેલાંજ નાશ પામતા દર વીઘે અંદાજે ૩૩,૦૦૦૦ રૂપિયાની નુકસાની જવાનો અંદાજ છે. ખેડૂતોનું મોંઘાભાવનું બિયારણ કોહવાઈ જતા ખેડૂતોની નુકસાની થવાનો અંદાજ છે.
જિલ્લાના મોડાસા તાલુકાના વણિયાદ ગામે અંદાજે ૨૦૦ વીઘા જમીનમાં ખેડૂતોએ બટેટાનું વાવેતર કર્યુ છે. આઈ.ટી.સી, કંપનીના એલ.આર. બટેટાનું બિયારણ વાવ્યું હતું, ૨૦ દિવસ બાદ બટેટાનો જોઈએ તેવો વિકાસ ન થયો ત્યારે ખેડૂતોએ તપાસતાં બટેટાનું બિયારણ ફાટેલું જોવા મળ્યું હતું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


