વેરાવળ,તા.૧૩
રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્નબન્સની અસર હેઠળ કમોસમી વરસાદ વરસી રહ્યો છે. અરબી સમુદ્રમાં એક પછી એક ચક્રાવાતો સિસ્ટમ સર્જી રહ્યા છે અને તેના કારણે રાજ્યમાંથી કમોસમી વરસાદ બંધ થવાનું નામ નથી લઈ રહ્યો. ચોમાસું પાકની નિષ્ફળતાનો માર સહન કરી રહેલા ખેડૂતો અને વેપારીઓને માગશરનું માવઠું પડયા માથે પાટું સમાન છે. દરમિયાન છેલ્લા બે દિવસથી વરસેલા વરસાદના કારણે ગીર સોમનાથ જિલ્લામાં ફરી એક વાર એપીએમસીમાં રાખેલી મગફળી પલળી ગઈ છે.
જિલ્લાના વડા મથક વેરાવળના કાજલી નજીક આવેલા એપીએમસીમાં ખુલ્લામાં પડેલી અને તાડપત્રીમાં ઢાંકેલી આશરે ૨,૦૦૦ બોરી મગફળી પલળી જતા ખેડૂતો અને વેપારીઓને નુકસાની જાય તેવી ભીતિ છે. વરસાદ પડતાની સાથે જ યાર્ડમાં ઠેરઠેર મગફળી તરવા લાગી હોય તેવા દૃશ્યો જોવા મળ્યા હતા
માર્કેટિંગ યાર્ડમાં તાડપત્રી હતી તેમ છતાં વ્યવસ્થાના અભાવે ખેડૂતો અને વેપારીઓને મગફળી પલળી જતા આ નુકસાની કોણ ભરપાઈ કરશે તેવા સવાલો સર્જાઈ રહ્યા છે. યાર્ડના કમ્પાઉન્ડમાં પડેલી મગફળીને વરસાદ વરસતા તાત્કાલિક સ્થળાંતરિત કરવાની ફરજપડી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



