૨૫ વર્ષથી બ્રિજ ન બનતાં ગામ લોકોએ જાતે બાંધવાની શરૂઆત કરી

0
35

અરવલ્લી,તા.૨૧
ગ્રામ લોકો ૨૫ વર્ષથી તંત્રને રજૂવાત કરવા છતાં ધનસુરાનાં ખડોલમાં બાયડ જવાનો ડીપ બનાવી નથી રહ્યાં. તો આથી ગામ લોકોએ કંટાડીને જાત મહેનતે જ ડીપનું કામ હાથ ધર્યું છે. આ ડીપ બન્યા પછી બાયડ જવા માટે ૨૨ કિમીનું અંતર ૫ કિમી થઇ જશે. આ ડીપનું કામ કરવા માટે લોકોએ જ લોકો સાથે મળીને ફાળો એકત્ર કર્યો છે. આ અંગેની કરોડો રૂપિયાની દરખાસ્ત પણ તૈયાર કરવામાં આવી તો પણ આ અંગેની કોઇ જ કામગીરી કરવામાં આવી નથી રહી.
આ અંગે ગામનાં સરપંચ ભલાભાઇ રણછોડભાઇ ભરવાડે જણાવ્યું કે, ‘અમે છેલ્લા ૨૫ વર્ષથી માંગણી કરી રહ્યાં છે કે અમને પુલ જોઇએ. આ અંગેની માંગણીઓ ઘણી કરી. સંસદ સભ્ય, ધારાસભ્ય તે છતાં આ પ્રશ્નનો કોઇ નિવેડો આવ્યો નહીં. અમે દરખાસ્ત કરાવડાવી, ૧૬ કરોડની દરખાસ્ત પણ કરાવી છતાંપણ કશુ થતું નથી.
તેમણે વધુમાં કહ્યું કે, ‘ અમારે બાયડ જવું હોય તો હાલ ૨૨ કિમી ફરીને જવું પડે છે. પરંતુ આ બન્યા બાદ અમારો સમય અને રૂપિયા પણ બચશે. ત્યાં મોટા દવાખાના છે, મોટી કચેરીઓ છે. ગરીબ લોકોને બધા જ કામ માટે ત્યાં જવુ પડે છે. તે છતાં સરકાર અમારી સામે જોતી નથી. અમે લોકફાળો ઉઘરાવીને આ કામ શરૂં કર્યું છે.’

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY