અરવલ્લી,તા.૨૩
અરવલ્લીના મોડાસાના મેઈન બજારમાં જવેલર્સની શોપમાં ચોરીની ઘટના બની છે. ગ્રાહકના સ્વાંગમાં આવેલો અજાણ્યો શખ્સ સોનાની વીંટીઓ લઈ ફરાર થઈ ગયો છે.
અજાણ્યા શખ્સ બે વીંટી આંગળીમાં પહેરી જોઈ રહ્યો હતો અને એ દરમિયાન ટ્રેમાં મુકેલી ત્રીજી વીંટી લઈ ફરાર થઇ ગયો છે.જવેલર્સ માલિકે ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા શખ્સની શોધખોળ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


