ફિલ્મ ટોટલ ધમાલે બે દિવસમાં ૩૬ કરોડની કમાણી કરી

0
8

મુંબઇ,તા.૨૪
બોક્સ ઓફિસ પર આ વીકે ઇન્દ્ર કુમાર નિર્દેશિત ફિલ્મ ‘ટોટલ ધમાલ’ રીલિઝ થઇ છે. ફિલ્મને રીલિઝ બાદ દર્શકોની સારી પ્રતિક્રિયા મળી રહી છે. જ્યાં ફિલ્મે રીલિઝના પહેલાં દિવસે જ દમદાર કમાણી સાથે શરૂઆત કરી હતી. ફિલ્મે શુક્રવારે ૧૬.૫૦ કરોડની કમાણી કરી હતી. જ્યારે હવે ફિલ્મના બીજી દિવસના કલેક્શનના આંકડા પણ સામે આવી ગયા છે.
ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શ પ્રમાણે, ફિલ્મે શનિવારે એટલે કે બીજા દિવસે ૨૦.૪૦ કરોડની કમાણી કરી હતી. જ્યાં ફિલ્મની કુલ કમાણી ૩૬.૯૦ કરોડ થઇ ચૂકી છે. ફિલ્મનું બજેટ લગભગ ૧૦૦ કરોડ બતાવવામાં આવી રહ્યું છે. ફિલ્મમાં અજય દેવગણ, માધુરી દીક્ષિત, અનિલ કપૂર, અરશદ વારસી, રિતેશ દેશમુખ, જાવેદ જાફરી, સંજય મિશ્રા, બોમન ઇરાની, ઇશા ગુપ્તા અને જાની લીવર જેવા સ્ટાર્સ છે.
હવે જાવાનું એ રહેશે કે આ મલ્ટી સ્ટારર ફિલ્મ બોક્સ ઓફિસ પર કેટલી સફળ સાબિત થશે અને કેટલા નવા રેકોર્ડ બનાવશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY