એશિયન ગેમ્સ : ઘોડેસવારીમાં ભારતને બે સિલ્વર મળ્યા

0
11

જકાર્તા,તા.૨૬
૧૮મી એશિયન ગેમ્સમાં ભારતે આઠમા દિવસે પણ મેડલ જીતવાનો સિલસિલો ચાલુ રાખ્યો હતો. રવિવારે અશ્વરોહણ (ઈક્વેસ્ટ્રિઅન) ઈવેન્ટમાં ટીમ તેમજ વ્યક્તિગત સ્પર્ધામાં ભારતે બે સિલ્વર મેડલ જીત્યા હતા. ફૌઆદ મિર્ઝાએ વ્યક્તિગત અશ્વરોહણ સ્પર્ધામાં બીજા સ્થાને રહીને દેશ માટે સિલ્વર મેડલ જીત્યો હતો જ્યારે ટીમ ઈવેન્ટમાં પણ ભારત બીજા સ્થાને રહેતા સિલ્વર મેડલ અંકે કર્યો હતો. આ ઉપરાંત બેડમિન્ટનમાં સાયના નેહવાલ સેમિફાઈનલમાં પ્રવેશતા ભારત માટે વધુ એક મેડલ વિજય નિશ્ચિત કર્યો છે. તેમજ આર્ચરીમાં મહિલા ટીમ પણ સેમીફાઈનલમાં પહોંચી હોવાથી વધુ એક મેડલ પાક્કો કર્યો હતો. અત્યાર સુધીમાં ભારતના કુલ ૩૧ મેડલ થયા છે. જેમાં ૭ ગોલ્ડ, ૭ સિલ્વર અને ૧૭ બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે.
અશ્વરોહણના વ્યક્તિગત મુકાબલામાં મિર્ઝાએ ૨૬.૪૦ના સ્કોર સાથે બીજું સ્થાન મેળવ્યું હતું જ્યારે જાપાનના ઓઈવા યોશઇઆકીએ ૨૨.૭૦ના સ્કોર સાથે ગોલ્ડ મેળવ્યો હતો. ત્રીજા ક્રમે બ્રોન્ડ મેળવનાર ચીનના હુઆ ટીઆન એલેક્સનો સ્કોર ૨૭.૧૦ રહ્યો હતો.
આ ઉપરાંત અશ્વરોહણ ટીમ ઈવેન્ટમાં રાકેશ કુમાર, આશિષ મલિક અને જીતેન્દ્ર સિંહે ૧૨૧.૩૦ના સ્કોર સાથે સિલ્વર મેડલ મેળવ્યો હતો. જાપાને ૮૨.૪૦ના સ્કોર સાથે ગોલ્ડ તેમજ થાઈલેન્ડે ૧૨૬.૭૦ના સ્કોર સાથે બ્રોન્ઝ જીત્યો હતો.

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY