ન્યુ દિલ્હી,તા.૨૬
મહારાષ્ટ્રમાં પોલીસ વિભાગ માટે તૈયાર કરવામાં આવેલું પ્રેડિક્ટીવ પાલિસિંગ સોફ્ટવેર મહારાષ્ટ્ર પોલીસને સમય અને સ્થળ સાથે બનનારા ગુનાની આગોતરી જાણ કરશે.
મહારાષ્ટ્ર રાજ્ય સરકારની ૮૦૦ કરોડ રૂપિયાના ખર્ચે અમલમાં આવનારી સાઇબર સ્પેસ યોજના અંતર્ગત સલામતીના ભાગરૂપે બનનારા ગંભીર ગુના અંગે પોલીસને જાગ્રત કરવામાં આવશે.
ગુનાખોરી અટકાવવા પોલીસને મદદરૂપ યોજના સહિત પાંચ મહ¥વના સાઈબર સિક્્યોરિટી સંલગ્ન યોજના પર મહારાષ્ટ્ર સરકાર ૨૦૧૫થી કામ કરી રહી છે. તૈયાર કરવામાં આવેલું સોફ્ટવેર આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ તથા બિગ ડેટા એનાલિટીક્સ પર કામ કરશે. સિસ્ટમમાં દાખલ કરવામાં આવેલી તારીખ મુજબ ગુના સંદર્ભિત યોજના અંગે પણ અગાઉથી એલર્ટ કરવામાં આવશે.
યોજનાનો અમલ કરાવી રહેલા અને સ્ટેટ પોલીસની મજબૂત આઈટી વિંગના એસપી બાલસિંહ રાજપૂતે જણાવ્યું છે કે પ્રેડિક્ટિવ સોફ્ટવેર તેને મળતી માહિતીનો ઉપયોગ કરી તેમ જ જાહેરમાં ઇન્ટરનેટ પર ઉપલબ્ધ વિગતોને આધારે બનનારા સંભવિત ગુનાની પોલીસને જાણ કરશે. મહારાષ્ટ્ર સરકારે પણ ૫૧ સાઇબર સેલ કમિશનની સ્થાપના કરી છે. બીજા ૪૩ સાઇબર પોલીસ સ્ટેશન પણ અસ્તિત્વમાં આવશે. હાલ ૩૩ સાઇબર પોલીસ સ્ટેશન કાર્યરત છે. સાઇબર પોલીસ સ્ટેશન ખાતે એફઆઈઆર નોંધાવવામાં આવશે. ઉપરાંત પોલીસ યુનિટ્સને કેસની તપાસ અર્થે માર્ગદર્શન પણ આપવામાં આવશે.
(જી.એન.એસ.)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



