ડિજીટલ વ્યવહાર મામલે પીએનબી ટોચ પર : નાણાં મંત્રાલય રિપોર્ટ

0
14

મુંબઈ,તા.૨૬
પંજાબ નેશનલ બેંક (પીએનબી) ડિજીટલ વ્યવહાર મામલે દેશની સર્વોચ્ચ સરકારી બેંક બની ગઈ છે. પીએનબીએ કહ્યું કે નાણાંકીય સેવા વિભાગ (ડીએફએસ)ની રિપોર્ટમાં ડિજીટલ વ્યવહારના આધારે તેને પ્રથમ નંબરની જાહેર ક્ષેત્રની બેંક ગણાવી છે. પીએનબીએ એક નિવેદનમાં કહ્યું કે ડિજીટલ વ્યવહારના ક્ષેત્રમાં સારા પ્રદર્શન માટે તેને દેશના આખા બેંકિંગ ક્ષેત્રમાં છઠ્ઠા સ્થાન પર મૂકવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, બેંક અત્યારે બહુચર્ચિત નીરવ મોદી ગોટાળાથી ઝઝૂમી રહી છે. બેંકે કહ્યું, ડીએફએસના હાલના નિષ્કર્ષના આધારે, પીએનબી ડિજીટલ વ્યવહારમાં દેશની સર્વોચ્ચ સરકારી બેંક છે. બેંક ડીજીટલ ઈન્ડિયા પહેલને લઈને સંપૂર્ણપણે કટિબદ્ધ છે. સરકાર તરફથી બેંકને ૭૧ અંક આપવામાં આવ્યા છે, જે પ્રદર્શનની સર્વોચ્ચ શ્રેણી છે. પીએનબી ટેકનિકલ ખામીઓને કારણે રદ્દ થયેલ વ્યવહારનો કુલ પ્રમાણસર વ્યવહાર માત્ર ૦.૮૩ ટકા છે, જે એક મોટી ઉપલબ્ધિ મનાઈ રહી છે.
આભાર – નિહારીકા રવિયા

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY