એશિયા કપ : શરૂઆત વર્ષ ૧૯૮૪માં કરવામાં આવી

0
14

દુબઇ,તા. ૧૪
એશિયા કપની આવતીકાલથી રોમાંચક વાતાવરણમાં શરૂઆત થઇ રહી છે. એશિયા કપનો ઇતિહાસ ખુબ જ રોમાંચક રહ્યો છે. ઇતિહાસ પર નજર કરવામાં આવે તો એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન તેમજ શ્રીલંકાને આવરી લેતી કેટલીક દિલધડક મેચો પણ આની સાથે જાડાયેલી છે. એશિયા કપની શરૂઆત વર્ષ ૧૯૮૪માં કરવામાં આવી હતી. આનુ પ્રથમ વખત આયોજન શારજહામાં કરવામાં આવ્યુ હતુ. હજુ સુધી ૧૩ વખત સફળ રીતે આનુ આનુ આયોજન કરવામાં આવ્યુ છે. આ વખતે ૧૪મી વખત તેનુ આયોજન થઇ રહ્યુ છે. ભારતીય ટીમ સૌથી વધારે સફળ રહી છે. ભારતે એશિયા કપમાં છ વખત એશિયા કપ જીતી લેવામાં સફળતા મેળવી છે. જેમાં વનડે ફોર્મેટમાં પાંચ વખત અને ટ્‌વેન્ટી ફોર્મેટમાં એક વખત ભારતીય ટીમ વિજેતા બની છે. આ વખતે વનડે ફોર્મેટમાં આનુ આયોજન કરવામાં આવ્યુ છે. એશિયા કપમાં સૌથી વધારે સફળ બેટ્‌સમેનની વાત કરવામાં આવે તો તે શ્રીલંકાનો સનથ જયસુર્યા રહ્યો છે. સનથ જયસુર્યાએ એશિયા કપમાં સૌથી વધારે ૧૨૨૦ રન કર્યા છે. જે એક રેકોર્ડ છે. બોલરોની વાત કરવામાં આવે તો શ્રીલંકન મહાન બોલર મુરલીધરનનો સમાવેશ થાય છે. મુરલીએ એશિયા કપમાં સૌથી વધારે ૩૦ વિકેટ ઝડપી છે.
સૌથી તોફાની ઝડપી બોલરો વકાર યુનિસ, વસીમ અકરમ અને કપિલ દેવ સહિતના તમામ મહાન બોલર એશિયા કપમાં રમી ચુક્યા હોવા છતાં સૌથી વધારે વિકેટ મુરલીના નામ પર રહી છે. એશિયા કપમાં ભારતીય ટીમ પાસેથી આ વખતે પણ શાનદાર દેખાવની આશા રાખવામાં આવે છે. એશિયા કપને લઇને ચાહકો ભારે રોમાંચ અનુભવ કરી રહ્યા છે. એસીસી એશિયા કપની સ્થાપના ૧૯૮૩માં કરવામાં આવી હતી. તે વખતે એશિયન દેશો વચ્ચે સારા સંબંધો સ્થાપિત કરવાના હેતુસર આની શરૂઆત કરવામાં આવી હતી. પ્રથમ એશિયા કપનું આયોજન સંયુક્ત અરબ અમિરાતમાં ૧૯૮૪માં કરાયું હતું. ૧૯૮૬માં ભારતે શ્રીલંકા સાથે સંબંધો ખરાબ થવાના લીધે બહિષ્કાર કર્યો હતો. જ્યારે ભારત સાથે સંબંધ ખરાબ થવાના કારણે પાકિસ્તાને ૧૯૯૦-૯૧માં બહિષ્કાર કર્યો હતો. ભારત અને પાકિસ્તાન વચ્ચે તંગ સંબંધોના લીધે ૧૯૯૩માં એશિયા કપને રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.
એસીસીએ જાહેરાત કરી હતી કે, ટુર્નામેન્ટ ૨૦૦૮ દ્વિવાર્ષિક યોજાશે. ભાજપ અને શ્રીલંકા એશિયા કપમાં સૌથી સફળ પૈકીની ટીમો રહી છે.
(સંપૂર્ણ સમાચાર સેવા)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY