ન્યુ દિલ્હી,તા.૧૧
જાણીતી લેખિકા અને એક્ટિવિસ્ટ મધુ કિશ્વરે પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના સારા પ્રદર્શન પર કહ્યું છે કે આ ફક્ત કોંગ્રેસની જીત નહી પરંતુ પાકિસ્તાનની પણ જીત છે. આ સાથે જ તેમણે ભાજપ પર પોતાના કોર વોટ બેંકની ઉપેક્ષાનો પણ આરોપ લગાવ્યો.
વિધાનસભા ચૂંટણીના પરિણામો પર મધુ કિશ્વરે ટ્વિટ કરીને લખ્યું કે આ જીત એ કોંગ્રેસ અને ડાબેરી ઉદારવાદીઓની જીતની સાથે સાથે પાકિસ્તાનની પણ જીત છે. તેમણે કહ્યું કે છેલ્લા ચાર વર્ષમાં કોંગ્રેસનું મુસ્લિમ તૃષ્ટિકરણ ખુબ વધી ગયું. જ્યારે પીએમ મોદીએ પોતાના જ કોર વોટબેંકની ઉપેક્ષા કરી
મધુ કિશ્વર દક્ષિણપંથી વિચારધારાના સમર્થક છે અને વડાપ્રધાન મોદી પર મોદીનામા નામનું એક પુસ્તક પણ લખી ચૂક્્યા છે. તેઓ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે જ્યારે પીએમ મોદી હતાં ત્યારે તેમના ખુબ વખાણ કરતા હતાં. જા કે વડાપ્રધાન તરીકેની તેમની નીતિઓથી તેઓ સંપૂર્ણ રીતે સંતુષ્ટ નથી.
મધુ કિશ્વરે લખ્યું છે કે છેલ્લા ચાર વર્ષમાં કોંગ્રેસ પાર્ટીનું મુસ્લિમ તૃષ્ટિકરણ ખુબ વધી ગયું. તે મુસ્લિમ લિગમાં બદલાઈ ગઈ. પરંતુ નરેન્દ્ર મોદીએ પોતાના જ કોર વોટ બેંકની ઉપેક્ષા કરી અને કોંગ્રેસની સ્ટાઈલમાં સેક્યુલર બનવાની કોશિશ કરી. આ બધાના સાથની અસફળતા નથી પરંતુ પોતાની પાર્ટીના કેડરને સાથે ન રાખી શકવાની અસફળતા છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




