વાજપેયીજીનું અવસાન : અમેરિકા,ચીન સહિતના દેશોએ દુઃખ વ્યક્ત કર્યું

0
25

ન્યુ દિલ્હી,તા.૧૭
પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનું લાંબી બિમારી પછી ગુરૂવારે સાંજે ૫.૦૫ કલાકે અવસાન થયું છે. જેના સમાચાર સમગ્ર દુનિયામાં પહોંચ્યા છે અને દરેક સ્થાનો પરથી તેમના માટે શોક પાઠવવામાં આવી રહ્યું છે. દેશમાં રાષ્ટ્રીય સાત દિવસના શોકની જાહેરાત કરવામાં આવી છે.
વાજપેયીના અવસાન પર અમેરિકા, ચીન, બાંગ્લાદેશ, બ્રિટેન, નેપાળ, જાપાન અને મોરેશિયસે દુઃખ વ્યક્ત કર્યું છે. પાકિસ્તાનના ભાવી વડાપ્રધાન ઈમરાન ખાને પણ વાજપેયીના અવસાન પર શોક વ્યક્ત કર્યું છે.
ચીન
જ્યારે ભારતમાં ચીનના રાજદૂત લુયો ઝાઓહુઈ ટિ્વટ કર્યું કે, સન્માનિત અટલ બિહારી વાજપેયીના અવસાન પર ભારે દુઃખ થયું છે. ચીન અને ભારતના સંબંધોને મજબૂત કરવા માટે તેમનું યોગદાન ક્્યારેય ન ભૂલીશું. ૨૦૦૩માં જ્યારે તેઓ વડાપ્રધાન હતા ત્યારે તેમને ચીન યાત્રા સમયે સીમા વિવાદનો હલ કરવા માટે યોગ્ય પહલ કરી હતી. સાથે જ રાજદૂતે વાજપેયીની તસ્વીર પણ પોસ્ટ કરી છે.
અમેરિકા
ભારતમાં આવેલા અમેરિકા દૂતાવાસે કહ્યું કે, પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ પોતાના શાસનકાળમાં અમેરિકા સાથે મજબૂત સંબંધના હિમાયતી રહ્યા છે. તેમને અમેરિકાના સ્વાભાવિક સહયોગી ગણાવ્યા છે. તેમના પરિવારના સભ્યો અને ભારતના લોકો પ્રત્યે ભારે સંવેદના વ્યક્ત કરી રહ્યા છે.
બ્રિટન
ભારતમાં બ્રિટનના હાઈકમિશ્નરે કહ્યું કે, ભારતના પૂર્વ વડાપ્રધાન વાજપેયીના અવસાનથી અમે ઘણાં દુઃખી છીએ. અમે તેમને ભારતના એક મહાન નેતાઓ માંથી એક નેતા તરીકે તેમને હંમેશા યાદ રાખીશું. એક રાષ્ટ્રઅક્ષય રૂપમાં બ્રિટેનમાં તેમનું ભારે સમ્માન હતું. બ્રિટન હાઈકમાન્ડે દિલ્હીમાં ઝંડો અડધી કાઠીએ ફરકાવ્યો છે.
મોરેશિયસ
આ તરફ મોરેશિયસ સરકારે ભારતીય પૂર્વ વડાપ્રધાનના માનમાં ભારત અને મોરેશિયસનો ઝંડો અડધી કાઠીએ ફરકાવ્યો છે. તમામ સરકારી સંસ્થાઓ પર બંને દેશના ઝંડા અડધી કાઠીએ ફરકાવવામાં આવી રહ્યા છે.
આ ઉપરાંત જાપાન અને બાંગ્લાદેશ તરફથી પણ ભારે શોક વ્યક્ત કરવામાં આવ્યો છે. બંને દેશોએ વાજપેયીને યાદ કરતાં કહ્યું છે કે, તેમના શાસનકાળમાં બંને દેશો વચ્ચેના સંબંધ વધુ મજબૂત થયા છે. જાપને ન માત્ર ભારતની પરંતુ સમગ્ર એશિયાની સૌથી મોટી આંતરરાષ્ટ્રીય વ્યકિત ગુમાવી હોવાની વાત કરી છે.

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY