વિદ્યાર્થીઓને ગ્રેજ્યુએશનની ટોપી પહેરાવી સન્માનિત કર્યા હતા
ખાનગી શાળાઓ સામે ટકવા સરકારી શિક્ષકો પણ મક્કમ : આ વિદ્યાર્થીઓ હવે માધ્યમિક શિક્ષણમાં જશે

રાજપીપળા : એક શિક્ષણ માંથી ઉચ્ચ શિક્ષણમાં જતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન રૂપે શાળાઓમાં ગ્રેજ્યુએશન ડે ની ઉજવણી થાય છે, જે માત્ર ખાનગી શાળાઓ પૂરતા સીમિત હતા પરંતુ હવે ઉત્સાહી શિક્ષકો પણ સરકારી શાળાઓમાં આવા કાર્યરમો કરી બાળકોને પ્રોત્સાહન પૂરું પાડે છે. આવી એક નર્મદાના ગરુડેશ્વર તાલુકાના અકતેશ્વર પ્રાથમિક શાળાના શિક્ષકોએ ખુબ મહેનત કરીને આ ગ્રેજ્યએશન દિવસની ઉજવણી કરી જેમાં ધોરણ 8 ના બાળકો પ્રાથમિક શાળા છોડી હવે માધ્યમિક શાળામાં જવાના હોય આવા વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજી ભોજન કરાવી શિક્ષકોએ બાળકોને વિદાઈ આપી જેમાં સીઆરસી કો ઓર્ડીનેટર ડો.શૈલેષ મેવાડા મુખ્ય અતિથિ તરીકે બાળકોને આશીર્વચન આપી ગ્રેજ્યુએશન ની ટોપી પહેરાવી સન્માનિત કર્યા હતા સમગ્ર આયોજન એકતેશ્વર પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક હરેશ રાઠોડ અને તેમના તમામ સ્ટાફે કર્યું હતું.
આ બાબતે સીઆરસી ડો શૈલેષ મેવાડા એ જણાવ્યું હતું કે ખાનગી શાળાઓ તરફ તમામ વાલીઓનું વહેણ રહે છે પરંતુ ખરેખર સરકારી શાળામાં જે શિક્ષણ આપવામાં આવે છે તેવું ક્યાંય શિક્ષણ નથી મળતું અને હવે પ્રાથમિક શાળાઓમાં પણ પ્રવૃતિઓ સુંદર કરવામાં આવે છે. ત્યારે હવે સરકારી શાળાઓ માં પણ તમામ પ્રોગામો કરી રહ્યા છે. આ ગ્રેજ્યુએશન ડે થી બાળકોમાં માધ્યમિક શિક્ષણ લેવા બીજી સ્કૂલોમાં જાય ત્યારે તેમને એવા માહોલમાં તૈયાર કરવા પણ એક પ્રોત્સાહનની જરૂર પડે છે એટલે આવા કાર્યક્રમો કરવામાં આવે છે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





