ચાર ઇંચ વરસાદથી અમદાવાદ પાણી પાણી, વેજલપુરમાં સૌથી વધારે ૫.૫ ઇંચ વરસાદ

0
11

ગાંધીનગર,તા.૧૭
અમદાવાદ શહેરમાં શુક્રવારે વહેલી સવારથી જ વરસાદ પડવાની શરૂઆત થઈ હતી. દસ વાગ્યા સુધી શહેરમાં સરેરાશ ચાર ઇંચ વરસાદ નોંધાયો છે. શહેરમાં સૌથી વધારે વરસાદ વેજલુપરમાં ૫.૫ ઇંચ નોંધાયો છે. તો શહેરમાં ૧૦થી વધારે જગ્યાએ પાણી ભરાવાની ફરિયાદો મળી છે.
સવારે પાંચ વાગ્યાથી દસ વાગ્યા સુધી અમદાવાદમાં પૂર્વ ઝોનમાં ચાર ઇંચ વરસાદ, પશ્ચિમ ઝોનમાં ચાર ઇંચ વરસાદ, નવા પશ્ચિમ ઝોનમાં ૪.૪ ઇંચ વરસાદ, મધ્ય ઝોનમાં ચાર ઇંચ વરસાદ, ઉત્તર ઝોનમાં ત્રણ ઇંચ વરસાદ અને દક્ષિણ ઝોનમાં ૩.૫ ઇંચ વરસાદ નોંધાયો છે.
વરસાદને કારણે શહેરના પાંચ અંડરપાસ બંધ કરવા પડ્યા છે. મીઠાખળી, પરિમલ, કુબેરનગર, અખબારનગર અને ઉસ્માનપુરા અંડરપાસ પાણી ભરાઈ જવાને કારણે બંધ કરવાની ફરજ પડી છે.
શહેરમાં ભારે વરસાદને કારણે અમરાઈવાડી, જાગેશ્વર રોડ, પાલડી-ભઠ્ઠા, સાણંદનગર સોસાયટી, આરટીઓ સર્કલ, આંબાવાડી સોસાયટી, મલય સોસાયટી, જમાલપુરથી એસટી જવાના રસ્તા પર, દરિયાપુર, રાયપુર ચકલા, મણીનગર, વટવા રોડ, સાયન્સ સીટી રોડ પર પાણી ભરાયાની ફરિયાદ મળી છે. શહેરમાં છ જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયાના સમાચાર મળ્યા છે.
શહેરમાં ધોધમાર વરસાદને પગલે કેટલાય વિસ્તારોના માર્ગો પર પાણી ફરી વળ્યા હતા. વહેલી સવારે થયેલા વરસાદને પગલે નોકરીયાત વર્ગને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. વરસાદને પગલે નિયત સમય કરતાં ઓફિસ પહોંચવામાં લોકોને અગવડતા પડી રહી છે. ઘરમાં પેક કરેલા રેઈન કોટ કાઢીને પણ લોકો ઓફિસે પહોંચવા પ્રયાસ કરી રહ્યા છે.
જજીસ બંગલો પાસે પણ વરસાદી પાણી ભરાયા છે. આ સિવાય લાડ સોસાયટી રોડ, બોડકદેવ, માનસી સર્કલ પાસે પણ પાણી ભરાયા છે. તમને જણાવી દઈએ કે, હાલ મળી રહેલા અહેવાલ પ્રમાણે ઈસરો કોલોની, ઈસ્કોન પાસે એક ઝાડ પડ્યું હતું. આ ઝાડ નીચે એક કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. સદ્દનસીબે આ કારમાં કોઈ બેઠેલું નહોતું. જેના કારાણે કોઈ જાનહાનિ થઈ નહોતી. આ સિવાય સાઉથ બોપલના વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો. લોકોને હાલ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
૭૨ કલાકમાં ભારે વરસાદની આગાહી વચ્ચે રાજ્યમાં વરસાદી માહોલ, ગોધરામાં ૪ ઇંચ વરસાદ
હવામાન વિભાગે આગામી તા. ૧૭થી ૧૯ ઓગસ્ટ દરમિયાન દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટÙના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે.

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY