આૅગષ્ટ ભારે પડ્યો : અટલજી સહિત પાંચ હસ્તીઓએ દુનિયાને અલવિદા કહ્યું

0
498

પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ સાથ છોડી દીધો. કરોડો લોકોના લાડીલા નેતા અટલજી હવે અમારી વચ્ચે નથી રહ્યાં અને થોડાં જ કલાકોમાં તેમનો નશ્વર દેહ પંચ મહાભૂતમાં વિલિન થઈ જશે. ત્યારે એક નજર ઓગસ્ટ પર, જેણે છેલ્લા ૧૦ દિવસમાં જ આપણી વચ્ચેથી ૫ મોટી હસ્તીઓને ઉઠાવી લીધી. ભયંકર ઓગસ્ટે જાણો ક્યાં કયાં મોટા લોકોને આપણી પાસેથી છીનવી લીધાં. મહત્વપૂર્ણ વ્યક્તિઓને આપણી પાસેથી છીનવી લીધાં તેની પાછળ જ્યોતિષનો પ્રભાવ અને ગ્રહોની ચાલનો સંકેત મળે છે. જો કે સંદેશ.કોમ દ્વારા ગ્રહણની અસર તળે એવું ભવિષ્ય ભાખવામાં આવ્યું હતું કે આ દોઢ મહિનામાં રાષ્ટ્રધ્વજ અર્ધી કાઠીએ ફરકશે. તેવી ઘટનાઓ બનશે.
સોમનાથ ચેટરજીની વિદાય
લોકસભાના પૂર્વ અધ્યક્ષ સોમનાથ ચેટરજી એક એવી સખ્શીયત હતા. જેનાથી ભાગ્યે જ કોઈ વ્યક્તિ અજાણ હશે. લોકસભાના સ્પીકર તરીકેની તેમની કાર્યવાહીને નિહાળવી એ એક લહાવો હતો. જે રીતે તે ગૃહનું સંચાલન કરતાં, તે દાદ માંગી લે તેવું હતું. તેમનું તાજેતરમાં જ ૧૩મી ઓગસ્ટે કોલકાતામાં ૮૯ વર્ષે નિધન થયું. તેમની લાંબી રાજનૈતિક કારકિર્દિનો ઈતિહાસ રહ્યો છે. તે આશરે ૪ દસક સુધી સાંસદ રહ્યાં. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સિવાય વડાપ્રધાન મોદી અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. તેમનો જન્મ ૨૫ જુલાઈ ૧૯૨૯મમાં તેજપુરમાં થયો હતો.
આર કે ધવન
ઇન્દિરા ગાંધીના અંગત સચિવ, કોંગ્રેસમાં જેમનો એક સમયે ડંકો વાગતો હતો. તેવા આર કે ધવન ૬ઠ્ઠી ઓગસ્ટે નિધન થઈ ગયું. તે ૮૧ વર્ષના હતા. પંજાબ યૂનિવર્સિટીના સ્નાતક આર કે ધવન ૧૯૬૨થી ૧૯૮૪ સુધી ઇન્દિરા ગાંધીના અંગત સચિવ રહ્યાં હતા. તે ૧૯૯૦માં રાજ્યસભામાં ચૂંટાયા હતા. એ સિવાય તે અનેક સંસદિય સમિતિઓના સભ્ય રહ્યાં. ધવને દહેરાદૂન અને બનારસ હિંદૂ વિશ્વ વિદ્યાલયમાંથી ભણતર પૂરું કર્યું હતું. તેમની કારકિર્દિ જ્વલંત રહી હતી.
વી એસ નાયપોલ
સાહિત્યનું નોબલ પુરસ્કાર જીતનારા ભારતીય મૂળના પ્રસિદ્ધ લેખક વી એસ નાયપોલે રવિવારે વિદાય લીધી. તેમણે ૮૫ વર્ષે અંતિમ શ્વાસ લીધાં. તેઓ લંડનમાં સ્થાયી થયા હતા. વી એસ નાયપોલ એટલે કે વિદ્યાધર સુરજ પ્રસાદ નાયપોલ જન્મ ૧૭ ઓગસ્ટ ૧૯૩૨ના ત્રિનિદાદમાં રોજ થયો હતો. તેમને ૧૯૭૧માં બુકર પ્રાઈસ મળ્યું હતું. વર્ષ ૨૦૦૧માં નોબલ પ્રાઈસ મળ્યું હતું.
અજીત વાડેકર
ભારતીય ક્રિકેટમાં વિશેષ જાણીતા એવા અજીત વાડ઼ેકર ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન રહી ચૂક્યા છે. તેમનું ૭૭ વર્ષે અવસાન થયું. તેઓએ મુંબઈની જસલોક હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. તે ભારતના સફળ કેપ્ટનો પૈકીના એક છે. ચેઓ પહેલી એપ્રિલ ૧૯૪૧માં મુંબઈમાં જન્મ્યા હતા. ૧૯૬૬થી ૧૯૭૪ સુધી તેઓ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમ્યા હતા. તેમના નિધનથી ક્રિકેટ જગતને એક મોટી ખોટ પડી હતી.
એમ કરુણાનિધિ
દક્ષિણની રાજનીતિના ભીષ્મ પિતામહ ગણાતા એમ કરુણાનિધિ કે જે એવા નેતા હતા કે જેમણે સ્વતંત્ર ભારતમાં તમામ વડાપ્રધાન સાથે કામ કર્યું હતું તેમણે ૭મી ઓગસ્ટે વિદાય લીધી. તેમણે મદ્રાસની કાવેરી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધાં. તેઓ એક રાઈટર, કલાકાર, પૂર્વ મુખ્યમંત્રી હતા. રાજનીતિમાં બહોળો અનુભવ ધરાવતા હતાં. તેમનો જન્મ ૩જી જૂન ૧૯૨૪ના રોજ થયો હતો.
અટલ બિહારી વાજપેયી
ભારતના રાજકારણમાં સૌ પ્રથમ જનસંધ અને ભારતીય જનતા પાર્ટીને ઉભું કરવામાં મહત્વપૂર્ણ યોગદાન આપનારા ભાજપના ભીષ્મ પિતામહ તરીકે જેમની ગણના થાય છે તેવા પૂર્વ વ઼ડાપ્રધાન અટલ બિહારી વાજપેયી ૧૬મી ઓગસ્ટે દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધાં. તેમની લાંબી સુદીર્ધ કારકિર્દિથી ભાગ્યે જ કોઈ ભારતીય અજાણ હશે. તેઓ દેશના પ્રથમ બીન કોંગ્રેસી નેતા હતા કે જે વડાપ્રધાન બન્યા હતા. તેમનો જન્મ ૨૫ ડિસેમ્બર ૧૯૨૪માં ગ્વાલિયરમાં થયો હતો. તેમણે ૧૯૪૨માં ભારતીય રાજનીતિમાં પગ માંડ્યા હતા. તે વર્ષ ૨૦૦૯થી વ્હીલ ચેર પર હતા.
આ મહાન હસ્તીઓનું બહું જ નજીક નજીકના સમયગાળામાં જવું એ ગ્રહોની ચાલ જ ગણાવી શકાય. તાજેતરમાં થયેલું છેલ્લું સૂર્યગ્રહણ ભલે ભારતમાં ન દેખાયું છતાં તેની વિપરિત અસર ભારતના અનેક ભૂભાગમાં જોવા મળશે તેવી અંદેશો હતો જ. ભારતીય રાષ્ટ્રધ્વજ અર્ધી કાઠીએ ફરકશે તેવું ગ્રહોની ચાલ પરથી સ્પષ્ટ પણે લાગતું હતું. હજી પણ સમય પ્રતિકૂળ ચાલી રહ્યો છે. હાલના ગોચરની વાત કરીએ તો સૂર્ય આજે જ સિંહ રાશિમાં આવ્યો છે. તો બુધ, મંગળ, શનિ વક્ર ગતિએ ચાલી રહ્યાં છે. રાહુ કેતું હાલમાં ભારે શક્તિશાળી સ્થિતિમાં છે. આ સમયગાળો કઠિન છે. આ સમયમાં હજી પણ થોડો સમય પ્રતિકૂળ અસરો જોવા મળશે. સંપૂર્ણ ઓગસ્ટ આકસ્મિક ઘટનાઓથી ભરપૂર રહી શકે છે. અગાઉ કહી ગયા છીએ તેમ આ સમયગાળામાં સામૂહિક મોતની સંખ્યામાં પણ વધારો જોવા મળે. કુદરતી આપત્તિઓથી પણ સાચવવું. સરવાળે એ જ સમય સાચવીને પસાર કરવો. કેરળ અને ઉત્તરાખંડમાં વરસાદને કારણે સ્થિતિ ભારે પ્રતિકૂળ છે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY