નાંદોદ તાલુકાના નિકોલી અને રાજપરા ગામમાં સરકારી ટ્યુબવેલ અને ધર્મશાળા પાસે જુગાર રમતા પોલીસે છાપો માર્યો.
રાજપીપળા: નર્મદા જિલ્લા માં શ્રાવણીયા જુગાર પર પોલીસની ચાંપતી નજર હતી જોકે ઘણા મહિનાઓ થી નર્મદા પોલીસ દારૂ જુગાર માટે કડક પગલાં લેતી હોવાથી હાલ આ વેપલા લઘભગ બંધ છે છતાં શ્રાવણીયો જુગાર રમવા ટેવાયેલા અમુક તત્વો ને ઝડપવા પોલીસ વોચ માં હતી ત્યાંજ આમલેથા પોલીસ ને બાતમી મળતા નિકોલી ગામના મોરા વગમાં આવેલ સરકારી ટ્યુબવેલ ની ઓરડીના ઓટલા પર જુગાર રમતા શંકર ભંગાભાઇ વસાવા શૈલેષ દેવજી વસાવા અને રૂપલા હુસિયા વસાવા ને રૂપિયા 10,850/- સાથે ઝડપી લીધા જતા જયારે રાજપરા ગામની ધર્મશાળા પાસે જુગાર રમતા ભાર્ગવ હસમુખ પટેલ ,પ્રજ્ઞેશ મણિલાલ પટેલ ,મગન ખોડા વસાવા અને કમલેશ બચુ વસાવા ને રૂપિયા 10,040/-સાથે ઝડપી આમલેથા પોલીસે બંને જુગાર મળી કુલ રૂપિયા 20,890/- સાથે સાત જુગારીયાઓ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી તપાસ આમલેથા પી એસ આઈ સી એમ ગામીત કરી રહ્યા છે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




