પાર્શ્વગાયક મુહમ્મદ અઝીઝનું હાર્ટ એટેકથી અવસાન

0
11

મુંબઈ,તા.૨૮
વીતેલા દાયકાઓના પ્રસિદ્ધ પાર્શ્વગાયક મુહમ્મદ અઝીઝનું મંગળવારે ગંભીર હાર્ટ એટેકના પગલે ૬૪ વર્ષની વયે અવસાન થયું હતું.
૧૯૮૦ના દાયકામાં કોલકાતાની ગાલિબ હાટલમાં ગાયક તરીકે કામ કરતો અઝીઝ નસીબ અજમાવવા મુંબઇ આવ્યો હતો. એને સાવ નાનકડી ફિલ્મ અંબારમાં તક મળી હતી. એમાં એક ગીત ગાયા બાદ સંગીતકાર અનુ મલિકે એને મર્દ તાંગેવાલા ફિલ્મ માટે મેગાસ્ટાર અમિતાભ બચ્ચનના કંઠ તરીકે તક આપી હતી. એ તક એને માટે રાતોરાત સ્ટાર બની જવા જેવી સાબિત થઇ હતી.
એ પછી તો એણે રિશિ કપૂર, મિથુન ચક્રવર્તી ગોવિંદા વગેરે કલાકારો માટે પણ પોતાનો કંઠ આપ્યો હતો. પરંતુ બોલિવૂડમાં નીત નવા ગાયકો અને સંગીતકારો આવતાં ધીમે ધીમે એની કારકિર્દી કુદરતી રીતે શમી ચૂકી હતી. જા કે એ દેશ વિદેશમાં સ્ટેજ પ્રોગ્રામ કરવા જતા હતા. ફિલ્મોમાં ગાવાની એમની કારકિર્દી સ્વાભાવિક રીતે પૂરી થઇ ચૂકી હતી.
મેગાસ્ટાર અમિતાભ બચ્ચને ગાયેલા મુહમ્મદ રફી તૂ બડા યાદ આયા ગીત માટે મુહમ્મદ અઝીઝે પોતાનો કંઠ ઊછીનો આપ્યો હતો. અનુ મલિક ઉપરાંત અઝીઝે કલ્યાણજી આણંદજી, લક્ષ્મીકાંત પ્યારેલાલ, રવીન્દ્ર જૈન અને આદેશ શ્રીવાસ્તવ માટે પણ ગીતો ગાયાં હતાં.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY