બેઇજીંગ,તા.૨૯
કેરિયર બનાવવા પાછળ ઘેલી મહિલાઓ આજકાલ એટલી વ્યસ્ત રહે છે કે તેને પોતાના પ્રેમ માટે સમય નથી મળતો. તો કેટલીક મહિલાઓ કેરિયર માટે લગ્ન જ કરવાનું પસંદ નથી કરતી. આવી મહિલાઓની મદદ માટે ચીને એક હલ નિકાળ્યું છે. તે હવે મહિલા કર્મચારીઓ અને શિક્ષકો માટે કે જે કુંવારા છે તે માટે લવ લીવની શરૂઆત કરી છે. જેથી તે પોતાના માટે યોગ્ય પાર્ટનરને શોધી શકે અને તેની માટે સમય કાઢી શકે.
પ્રેમ કરનારાઓ માટે તેમની ઓફિસ અલગથી ૮ દિવસની રજા તો આપે છે પણ તે માટે લોકોને એક ખાસ શરતનું પણ પૂરી કરવી પડે છે. શરત એ છે કે જે પણ રજા લેવા ઈચ્છે છે તે કર્મચારી અપરણીત મહિલા હોવી જાઈએ અને તેની ઉંમર ૩૦ વર્ષની આસપાસ હોવી જાઈએ. આવી મહિલાઓને આ લવ લીવ મળે છે.
ચીનમાં કુંવારી મહિલાઓ જેની ઉંમર ૩૦ વર્ષની આસપાસ હોય છે, જે માટે એક અપમાનજનક શબ્દ ‘શેંગ નું’ (લગ્ન ચૂકી ગયેલી મહિલાઓ)નો ઉપયોગ કરવામાં આવે છે. જેને લીધે આ ઉંમરની મહિલાઓને ચીનની બે કંપનીઓ અને સ્કૂલમાં કામ કરતી અવિવાહિત મહિલાઓને ‘ડેટિંગ લીવ’ આપવામાં આવી રહી છે. જેથી તે પોતાના માટે યોગ્ય પાત્ર શોધી શકે.
કેરિયરમાં સફળતા મેળવવા માટે ચીનમાં સિંગલ રહેવાનું ચલણ તેજીથી વધી રહ્યું છે. અહિં લોકો લગ્નના બંધનમાં બંધાવાનું પસંદ કરતાં નથી. જેને કારણે હવે ચીનની જનસંખ્યામાં ભારે ઘટાડો થતો જાય છે. આ કારણે સરકાર ઈચ્છે છે કે લોકો લગ્ન કરે અને બાળકો પેદા કરે. તે કારણે અહિં લગ્ન માટે દબાવ કરવામાં આવી રહ્યો છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


