રાહુલ ગાંધી વડાપ્રધાન બનવા માટે યોગ્ય છે : રાજભર

0
7

લખનઉ,તા.૨૯
ભારતીય જનતા પાર્ટીના સહયોગી સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીના નેતા અને ઉત્તર પ્રદેશ સરકારના મંત્રી ઓમ પ્રકાશ રાજભરે સોમવારે જણાવ્યું હતું કે, તેમના મતે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી વડાપ્રધાન બનવા માટે યોગ્ય છે. સુહેલ દેવ ભારતીય સમાજ પાર્ટીના પ્રમુખે જણાવ્યું હતું કે, મારા મતે રાહુલ ગાંધી વડાપ્રધાન પદ માટે યોગ્ય છે. જો કે અંતિમ નિર્ણય લોકોના હાથમાં છે તેઓ નક્કી કરશે ભારતના આગામી વડાપ્રધાન કોણ હશે.
આ સિવાય રાજભરે યોગી આદિત્યનાથ પર નિશાન સાધતા જણાવ્યું હતું કે, જા ભાજપ ૨૪ કલાકમાં રામ મંદિરનો વિવાદ ઉકેલી શકે છે તો ગત પાંચ વર્ષ દરમિયાન આવું કેમ ના થઇ શકયું. તેમને પ્રિયંકા ગાંધીના રાજકારણમાં પ્રવેશ અંગે પ્રશ્ન કરતા રાજભરે જણાવ્યું હતું કે, આતો સમય જ બતાવશે કે તેઓ માત્ર ટોળા એકત્ર કરી શકે છે કે ટોળાને વોટમાં પણ ફેરવી શકે છે.
તેમણે અનામત મુદ્દે જણાવ્યું હતું કે, દરેક વર્ગમાં ગરીબ છે તેમનું શું ? ભાજપ પછાત વર્ગ માટે કયારે અનામત લાવશે? અમે આ અંગે ૨૪ ફેબ્રુઆરી સુધી રાહ જાઇશું જા ભાજપ કોઇ પગલા લેશે નહી તો અમે ભાજપથી અલગ થઇ જઇશું.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY