
બાળકીની ઓળખ પણ પોલીસ કરી શકી નથી
સુરત,તા.૧૧
સુરતના પાંડેસરામાં એક ચાર વર્ષની બાળકીનો મૃતદેહ મામલે પોલીસનો પનો ટૂંકો પડી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. બાળકીના હત્યારાને ઝડપવા માટે પોલીસના હાથ હજી પણ ઠાલા જણાઈ રહ્યા છે. હત્યારાને પકડવાની વાત તો દૂર બાળકીની ઓળખ પણ પોલીસ કરી શકી નથી.
પોલીસે બાળકીની ઓળખ અને હત્યારા અંગે જાણવા વિવિધ ૧૨ CCTV ફૂટેજ ચેક કર્યા છે. આ સિવાય જુદી જુદી બ્રાન્ચના ૧૦૦ જેટલા પોલીસ તપાસમાં પણ નિષ્ફળ નીવડ્યા છે. સાથે ક્રાઈમ, SOG,PCB ની ટીમના સભ્યો પણ આ ઘટના મામલે અલગ અલગ એન્ગલથી તપાસ કરી રહ્યા છે.
તમને જણાવી દઈએ કે, ૮ ઓગસ્ટના રોજ સુરતના પાંડેસરાના વડોદ ગામ નજીકથી એક ૪ વર્ષની બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. સ્થાનિક લોકોએ ઘટનાની જાણકારી પોલીસને કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને બાળકીના મૃતદેહ કબજે કર્યો હતો. પોલીસને બાળકીના શરીર પર મારના નિશાન મળી આવતા પોલીસ દ્વારા હત્યાની આશંકા સેવવામાં આવી રહી હતી.
પોલીસ દ્વારા હાલ ઓળખની દિશામાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે, પરંતુ પોલીસનો પનો ટૂંકો પડી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત અખબાર
૧૫ મી ઓગસ્ટ ના રોજ ૧૫ માં વર્ષ માં આપ સૌ ના આશીર્વાદ થી પ્રવેશે છે.🎂
—
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861


"વંદે માતરમ ,ભારત માતાકી જય"




