અમદાવાદ એરપોર્ટ પર મુસાફરોને ટર્મિનલમાં વિઝીટર એન્ટ્રી નહીં અપાય

0
17

૧૫ આૅગસ્ટને લઈ હાઈ-એલર્ટ જાહેર કરાયુ
અમદાવાદ,તા.૧૧
અમદાવાદમાં એરપોર્ટ પર હાઈ એલર્ટ જારી કરાયું છે. ૧૫મી ઓગષ્ટે આતંકી હુમલો થવાની ભીતિને પગલે હાઈ એલર્ટ જાહેર કરાયું છે. એલર્ટનાં પગલે આજથી જ મુસાફરોને ટર્મિનલમાં વિઝીટર એન્ટ્રી આપવામાં આવશે નહીં.
આ સાથે જ વીવીઆઈપીનાં પાસ પણ ઈશ્યુ કરવાનું બંધ કરી દેવામાં આવ્યું છે. આ એલર્ટ આગામી ૨૦ ઓગષ્ટ સુધી યથાવત રાખવામાં આવશે.
એરપોર્ટ પર આવનાર મુસાફરોનું બે વખત ચેકિંગ કરવામાં આવશે. ફ્લાઈટમાં બેસતા પહેલાં પણ લેડર પોઈન્ટ પર મુસાફરોનું ચેકિંગ કરાશે. તેમજ એરપોર્ટ પર સીઆઈએસએફ દ્વારા પણ ખાસ વોચ રાખવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે હવે ૧૫ ઓગષ્ટ આવવા જઇ રહેલ છે ત્યારે સમગ્ર દેશમાં આતંકીઓ કોઇ અમાનવીય ઘટનાને અંજામ ના આપે તેમજ કોઇ પણ પ્રકારનો આતંકી હુમલો ના થાય તેને લઇ શહેરમાં એરપોર્ટ પર હાઇ એલર્ટ જાહેર કરાયેલ છે. તેને પગલે મુસાફરોને પણ ટર્મિનલમાં વિઝીટર એન્ટ્રી આપવામાં નહીં આવે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત અખબાર 
૧૫ મી ઓગસ્ટ ના રોજ ૧૫ માં વર્ષ માં આપ સૌ ના આશીર્વાદ થી પ્રવેશે છે.

🎂
—

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY