આગામી લોકસભાની ચૂંટણીને લઇને હવે વધારે સમય રહ્યો નથી ત્યારે સમાજવાદી પાર્ટીના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અને તેમના ટોપ નેતાઓ પૈકીએક ગણાતા શિવપાલ સિંહ યાદવે પાર્ટી સાથે છેડો ફાડીને નવી પાર્ટી બનાવી લીધા બાદ ઉત્તરપ્રદેશમાં નવા રાજકીય સમીકરણ રચાવવા માટેના સંકેતો દેખાઇ રહ્યા છે. કેટલાક મહિનાની તૈયારી બાદ શિવપાલે હવે સમાજવાદી પાર્ટી સેક્યુલર મોરચાની રચના કરી લીધી છે. નવી પાર્ટીના દરવાજા તમામ અસંતુષ્ટ નેતાઓ અને કાર્યકરો માટે ખુલ્લા છે. તમામ નાના પક્ષોને સાથે લઇને ચાલવાની પણ શિવપાલે વાત કરી છે.
છેલ્લા દોઢ વર્ષથી શિવપાલ યાદવ પાસે કોઇ પણ પ્રકારની જવાબદારી ન હતી. શિવપાલે રવિવારના દિવસે પોતાની બહેન પાસેથી રાખડી બંધાવી લીધા બાદ સંકેત આપ્યો હતો કે કે તેમને પાર્ટીમાં કોઇ જવાબદારી મળી રહી નથી. તેમણે કહ્યુ હતુ કે ઇન્તજાર દોઢ વર્ષથી તેઓ કરી રહ્યા હતા. ગયા વર્ષ જ્યારે પાર્ટીની રાષ્ટ્રીય કારોબારની બેઠક મળી ત્યારે એમ માનવામાં આવી રહ્યુ હતુ કરે તેમને મહાસચિવ બનાવવામાં આવી શકે છે. જા કે બીજા ભાઇ પ્રોફેસર રામગોપાલ યાદવને મહાસચિવ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આના કારણે પહેલા તેઓ નિરાશ હતા . શિવપાલ છેલ્લા દોઢ વર્ષથી માત્ર જિલ્લામાં જનસંપર્ક કાર્યોમાં લાગેલા હતા. ભારતીય જનતા પાર્ટીના સાથી પક્ષના અધ્યક્ષ અને યોગી સરકારના કેબિનેટ મંત્રી રહેલા ઓમપ્રકાશ રાજભરે શિવપાલ સાથે વાતચીત કરી હતી. એવી અટકળો ચાલી રહી છે કે, રાજભર પણ આ મોરચામાં સામેલ થઇ શકે છે. રિપોર્ટ મુજબ નવી પાર્ટી બનાવી લીધા બાદ શિવપાલ મુલાયમ સાથપણ વાતચીત કરી રહ્યા છે.
શિવપાલને તેમના મોટાભાઇ મુલાયમસિંહ યાદવે ગયા વર્ષે જ વિશ્વાસ અપાવ્યો હતો કે, સમાજવાદી પાર્ટીમાં તેમને કોઇ મોટી જવાબદારી સોંપવામાં આવશે. વર્ષ ૨૦૧૭ વિધાનસભા ચૂંટણી વેળાથી ચર્ચા હતી કે સમાજવાદી પાર્ટી બે ભાગમાં વિભાજિત છે. નવી પાર્ટીની જાહેરાત સાથે આ અટકળો સાચી સાબિત થઇ રહી છે. છેલ્લા બે વર્ષથી તેઓ બહાર થયેલા હતા. દરમિયાનના ગાળામા ંતેમના અન્ય કોઇ પાર્ટીમાં સામેલ થવાના અહેવાલ આવી રહ્યા હતા. અનુભવી રાજનેતા શિવપાલ યાદવ હજુ દસ વીસ વર્ષ સુધી સક્રિય રાજનીતિમાં રહેવા માટે તૈયાર છે. જેથી તેઓ કોઇ આત્મઘાતી નિર્ણય કરવા માટે તૈયાર ન હતા. હવે જ્યારે શિવપાલે જાહેરાત કરી દીધી છે ત્યારે રાજકીય વર્તુળોમાં ગરમી વધી ગઇ છે. આગામી લોકસભા ચૂંટણીમાં તેમની પાર્ટી કઇ રીતે સામેલ થાય છે તે બાબત નક્કી થશે. માળખુ પણ તૈયાર કરવામાં આવનાર છે. મોરચાની રચના સમય તેમને પુછવામાં આવતા શિવપાલે હજુ સુધી પત્તા ખોલ્યા નથી. પ્રદેશના કેટલાક વિસ્તારમાં તેમની પક્કડ ખુબ મજબુત ગણવામાં આવે છે. જા કે આ પક્કડ તેમની પોતાની છે કે પછી સમાજવાદી પાર્ટીની છે તે બાબત હજુ ુસધી સ્પષ્ટ થઇ નથી. તેમની સમાજવાદી પાર્ટી સેક્યુલર મેદાનમાં ઉતરશે ત્યારે જ વાસ્તવિક સ્થતી અંગે માહિતી મળી શકશે. અખિલેશ યાદવે સમાજવાદી પાર્ટીને હવે પોતાની રીતે તૈયાર કરી છે.
ગાજીપુરથી દિલ્હી સુધી સાયકલ રેલી યોજીને અખિલેશે પોતાની રીતે તૈયારી શરૂ કરી દીધી છે. બહુજન સમાજવાદી પાર્ટી સાથે તેમના સંબંધ કેવા રહેશે તે બાબત સમય નક્કી કરશે. એક બાબત તો નક્કી છે કે તેને એ સમાજવાદી પાર્ટી તરીકે ગણવામાં આવનાર નથી જેની રચના મુલાયમ સિંહ દ્વારા કરવામાં આવી હતી. લોકસભા ચૂંટણીમાં કોને કેટલો ફાયદો થશે તેની ચર્ચા તો હાલ ચાલતી જ રહેશે. અખિલેશ યાદવ નવી રણનિતી સાથે મેદાનમાં ઉતરવા માટે ઇચ્છુક છે. જ્યારે શિવપાલ અલગ વિચારધારા ધરાવે છે. શિવપાલના અખિલેશ સાથે સારા સંબંધ પહેલાથી જ રહ્યા નથી. તેમની વચ્ચે આક્ષેપબાજીનો દોર જારી રહ્યો છે. મુલાયમ સાથે શિવપાલના સારા સંબંધ રહ્યા છે. તેમની રણનિતી લોકસભા ચૂંટણીમાં કેવી રહેશે તેના પર રાજકીય પંડિતોની નજર રહેશે. સમાજવાદી પાર્ટી તો લોકસભા ચૂંટણી માયાવતી સાથે મળીને લડવા માટેની વાત કરી ચુક્યા છે. ભાજપ સામે ટક્કર લેવા માટે તમામ પક્ષો હાલમાં એક થઇ રહ્યા છે. માયાવતી અને અખિલેશ પણ આના ભાગરૂપે સાથે આવ્યા છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





