સેન્ટ્રલબ્યુરો આૅફ ઈન્વેસ્ટીગેશન (સીબીઆઈ)માં દોઢ વર્ષથી જામેલી જંગ પર હાલપૂરતો પડદો પડી ગયો. પહેલા રાઉન્ડમાં સીબીઆઈ ડિરેકટર આલોક કુમાર વર્માનો વિજય થયો અને સરકારને પછડાટ ખમવી પડી. સુપ્રીમ કોર્ટે સરકારને બરાબરનો ફટકો આપ્યો. વર્માને રજા પર ઊતરી જવાની ફરજ પાડવાનો નિર્ણય અન્યાયી ઠેરવી તેમને ફરી હોદ્દો સોંપ્યો. અલબત્ત તેઓ કોઈ નીતિવિષયક નિર્ણય નહીં લઈ શકે અને માત્ર વહીવટી ફેંસલા જ કરી શકશે. વળી વર્માની હોદ્દા પરની બે વર્ષની મુદત ૩૧મી જાન્યુઆરીએ પૂરી થાય છે એટલે તેમના ભાગે વધુ કાંઈ કામ આવશે નહીં. જા તેમને રજા પર ઉતારી દેવાના સમયગાળાને ગણતરીમાં ન લેવામાં આવે તો બીજા દોઢથી બે મહિનો વધુ એ સીબીઆઈના ડિરેકટર રહી શકશે. જાકે, વર્માની સીવીસી દ્વારા બરખાસ્તને જ કોર્ટે ગેરકાયદે ઠેરવી છે અને કહ્યુ છે કે વર્માની પસંદગી કરનાર સમિતિને જ તેમને બરતરફ કરવાનો અધિકાર છે.
અરુણ જેટલી જેવા કાયદાના ખાં જેની કેબિનેટમાં હોય એને આ બાબતનો ખ્યાલ ન હોય એ માની ન શકાય. જાણકારોને શંકા છે કે વર્મા રાફેલ સોદાની તપાસ કરી રહ્યા હતા એની સરકારને ગંધ આવી હતી. પરિણામે આ નાટક થયું. હવે કદાચ વર્મા હોદ્દા પર પૂરી સત્તા સાથે ચાલુ રહે તોય તેમની પાસે વધુ સમય નહીં હોય. તેમનું ભવિષ્ય તેમની પસંદગી કરનાર વડા પ્રધાન, સર્વોચ્ચ ન્યાયમૂર્તિ અને વિપક્ષના નેતાની બનેલી સમિતિ નક્કી કરશે. આ સમિતિમાં વર્માની બરતરફી કરવાનો નિર્ણય લેવા લોઢાના ચણા ચાવવા જેવું છે. અહીં સરકારે મજબૂત પુરાવા આપવા પડશે અને વર્માને પણ પોતાનો પક્ષ રાખવાનો મોકો આપવો પડશે. હવે આ સમિતિની બેઠકમાં વર્મા સર્વોચ્ચ ન્યાયમૂર્તિ અને વિપક્ષના નેતાની હાજરીમાં રાફેલના વટાણા વેરી નાખે તો સરકારને ભારે પડી શકે. આ જ કારણ હતું, સીવીસીના ખભે બંદૂક મૂકીને ફોડવાનું. હવે કદાચ કામ વધુ મુશ્કેલ બનશે, કારણ કે વર્માની બરતરફીને ગેરકાયદે ઠેરવનાર સુપ્રીમ કોર્ટની બૅન્ચનું વડપણ સર્વોચ્ચ ન્યાયમૂર્તિ રંજન ગોગોઈ કરી રહ્યા હતા અને હવે વર્માનું ભાવિ નક્કી કરનાર સમિતિમાંય ગોગોઈ સભ્ય છે.
આ એ જ ગોગોઈ છે જેમણે સીબીઆઈને ‘પીંજરે પુરાયેલો પોપટ’ અને ‘ઈટ્સ માસ્ટર્સ વાઈસ’ ગણાવી હતી. એમણે મૂળમાં સીબીઆઈની સ્વાયતત્તા અને કામ કરવાની સ્વતંત્રતા સામે જ સવાલ ઉઠાવ્યો હતો. અત્યારે જરૂર પણ આ જ છે. સીબીઆઈને સંપૂર્ણપણે સ્વાયત્ત કરવાની, સત્તા પરના રાજકારણીઓ દ્વારા રાજકીય હિસાબ બરાબર કરવા સીબીઆઈનો થતો આડેધડ ઉપયોગ બંધ થવો જાઈએ. હજી તો આ કેસ ચાલી જ રહ્યો હતો ત્યાં ઉત્તર પ્રદેશમાં માયાવતી અને અખિલેશ વચ્ચેના ચૂંટણી જાડાણની જાહેરાત પહેલા અખિલેશને સાણસામાં લેવા સીબીઆઈ દ્વારા દરોડા પાડવામાં આવ્યા. વર્ષો જૂના કેસમાં અચાનક નોંધાવાયેલી ફરિયાદનો સમય શંકા ઊભી કરે છે. અહીં અખિલેશ નિર્દોષ છે એવું કહેવા નથી માગતા, પણ લોકસભાની ચૂંટણી વખતે દરોડા પાડવા કેટલાક સવાલો તો ઊભા કરે જ છે. ભૂતકાળમાં પણ બાફર્સથી લઈને અયોધ્યાના કાવતરાના કેસમાં સીબીઆઈની ભૂમિકા બિલોરી કાચ હેઠળ આવી જ છે. ભાજપ, કાંગ્રેસ કે અન્ય કોઈ પણ સરકાર સીબીઆઈના દુરુપયોગના પ્રલોભનથી બચી નથી શકી. ઈનફેક્ટ, અખિલેશે તો હમણાં ખુલ્લંખુલ્લા કહી દીધું કે, અત્યારે એનડીએ સરકાર છે એટલે સીબીઆઈને અમારી પાછળ છોડી મૂકી, પણ અમે સત્તા પર આવશું ત્યારે તમારા શું હાલ કરશું એ જાજા. અહીં સીબીઆઈને તમારી પાછળ કેવી છૂટી મૂકીશું એમ અખિલેશ કહેવા માગે છે. કેવો જબરો આત્મવિશ્ર્વાસ છે, ખોટું કરવાનો. આવો આત્મવિશ્ર્વાસનું કારણ જ સીબીઆઈનો ખરડાયેલો ઈતિહાસ છે. આથી જ સીબીઆઈની પુનર્રચના કરી તેને તેની સ્વાયત્તતા પાછી આપવી જાઈએ.
કોઈ સંસ્થા જ્યારે પોતે જ કાયદો બની જાય ત્યારે એ જરૂરી બને છે. સીબીઆઈની કામગીરીને લીધે કેટલાય સવાલ ઊભા થયા છે. જૈન હવાલા, ટૂ-જી, કોલસા કૌભાંડ અને અન્ય ઘણા મહત્વના કેસોમાં સીબીઆઈની કામગીરી શંકાસ્પદ રહી છે. અધૂરામાં સીબીઆઈની માહિતી અધિકાર ધારાના દાયરામાં નહીં લાવીને પણ મોટી ભૂલ કરાઈ છે.
યાદ રહે કે ઈંદિરા ગાંધીના શાસનકાળમાં પણ સીબીઆઈની કામગીરી સંશયાસ્પદ રહી હતી. એક કિસ્સામાં તો તેના એ વખતના ડિરેકટર ડી. સેનને સંસદે દોષી ઠેરવ્યા હતા. તેમને કેદની સજા પણ અપાઈ હતી. ઈંદિરાના કહેવાથી મારુતિ ઉદ્યોગ સંબંધી સંસદીય પ્રશ્ર્નોના ઉત્તર માટેની માહિતી આપી રહેલા ઉદ્યોગ ખાતાના ચાર અધિકારીને પકડયા હોવાનો તેમના પર આરોપ હતો. આથી જ જૈન હવાલા કેસની તપાસમાં સીબીઆઈને સીવીસીના નિરીક્ષણ હેઠળ મૂકવાનો આદેશ સુપ્રીમ કોર્ટે આપ્યો હતો. ધાર્યા મુજબ એ વખતે સરકારે આનો વિરોધ કર્યો હતો. જૈન હવાલા કેસમાં ડુંગર ખોદ્યા પછી શું મળ્યું એ સર્વવિદિત છે. ઉદાહરણ આપીએ એટલા ઓછા પડે. મૂળ વાત એટલી કે હવે સીબીઆઈને સંપૂર્ણ સ્વાયત્ત કરવી જ જાઈએ.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



