ઉત્તર ગુજરાતના ચાર જિલ્લામાં તીડનો તરખાટ, ખેડૂતોને રોવાનો વારો આવ્યો

0
32

બનાસકાંઠા,તા.૨૨
ઉત્તર ગુજરાતના ચાર જિલ્લાઓની ખેતી તીડના કારણે પાયમાલ થઈ રહી છે. રાજસ્થાનથી આવેલા તીડના કારણે ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. બનાસકાંઠાને ધમરોળી અને રણતરફ ફંટાયેલા તીડના ઝૂંડના ઝૂંડ હવે મહેસાણા તરફ વળ્યા છે. તીડના ઝૂંડના કારણે ખેતી બરબાદ થઈ રહી છે.
બનાસકાંઠામાં તીડ પર ૮૦ ટકા નિયંત્રણ મેળવી લેવાયો હતો તેવામાં તીડ મહેસાણા તરફ ફંટાયા છે. ગઈકાલે વડગામના અંધારીયા સુધી તીડનું ઝુંડ પહોંચ્યું હતું જે હવે વડગામ મોરીયા થઈ સલતાસણ તરફ ફંટાયું છે.
તીડે ભાખરી ચેલાણા ગામ તરફથી સલતાસણ થઈ અને મહેસાણા જિલ્લાને ધમરોળ્યો છે. ખેડૂતો તીડના આક્રમણથી પરેશાન છે. એક તરફ બનાસકાંઠામાં ખેતીવાડી વિભાગ દ્વારા તીડ નિયંત્રણની કામગીરી આટોપવામાં આવી તો બીજી બાજુ મહેસાણા તીડનો પ્રવેશ થયો છે.
ઉત્તર ગુજરાતના ચાર જિલ્લાને તીડે ધમરોળ્યા છે. પાટણ, બનાસકાંઠા, મહેસાણા અને કચ્છના કેટલાય વિસ્તારમાં તીડના કારણે સ્થિતિ બેકાબુ બની છે. ખેડૂતોના ઉભા પાકને તીડે ખાઈ જતા જગતના તાતને રોવાનો વારો આવ્યો છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY