બનાસકાંઠા,તા.૨૫
દેશમાં મહાપુરુષોની પ્રતિમાં ખંડિત કરવાનો વિકૃત સિલસિલો આગળ વધી રહ્યો છે. ત્યારે આજે બનાસકાંઠાના પાંથાવાડા ગામે મૂર્તિ ખંડિત કરાઇ છે. બાબા સાહેની પ્રતિમાં પર કોઈ શખ્સો મૂર્તિને નુકસાન કરતા દલિત સમાજમાં રોષની લાગણી ફાટી નીકળી છે.
પાંથાવાડાના ધનીયાવાડા ગામે અજાણ્યા શખ્સો રાત્રી દરમિયાન આવ્યા હતા જેના દ્વારા બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ખંડિત કરવામાં આવી છે. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા ખંડિત થતાં દલિત સમાજમાં રોષ જાવા મળ્યો હતો અને લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા. સ્થાનિક લોકોએ પાંથાવાડા પોલીસને જાણ કરતા વધુ કાર્યવાહી હાથ ધરી છે.
બાબાસાહેબની પ્રતિમાને ક્ષતિગ્રસ્ત કરનારા આરોપીઓને તાત્કાલિક ધોરણે ઝડપી તેમના વિરુદ્ધ કડકમાં કડક સજા થાય તેવી માંગ સાથે દલિતોમાં રોષ ભભૂકી ઉઠયો હતો.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"


