પટણા,તા.૨૫
બિહારનાં નાયબ મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના નેતા સુશીલ કુમાર મોદીએ ગુનેગારોને બે હાથ જાડીને વિનંતી કરી છે કે, આગામી ૧૦-૧૫ દિવસ ગુનાઓ ન કરશો. સુશીલ કુમાર મોદીની આ વિચિત્ર વિનંતીની લોકો મજાક ઉડાડી રહ્યાં છે અને સોશિયલ મીડિયા પર તેઓ ટ્રોલ થઇ રહ્યા છે.
સુશીલ કુમાર મોદી રવિવારે બિહારમાં બોધ ગયામાં એક કાર્યક્રમમાં હાજરી આપવા ગયા હતા અને એક મેળામાં હાજરી આપતી વખતે તેમણે ગુનેગારોને આ વિનંતી કરી હતી. તેમણે કહ્યુ, “હું ગુનેગારોને બે હાથ જાડીને વિનંતી કરું છે કે, આગામી ૧૦-૧૫ દિવસ કોઇ ગુનાઓ કરશો નહીં”.
આ પછી તેમણે મજાકમાં એમ પણ કહ્યુ કે, આપણે ગમે તેટલી વિનંતી કરીએ પણ ગુનેગારો ગુનો કરતા અટકતા નથી.
સુશીલ કુમાર મોદીની આ વાત જેવી બહાર આવી કે, લોકોએ ટીકાનો વરસાદ વરસાવ્યો. બિહારનાં ભૂતુપર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવના પુત્ર તેજસ્વી યાદવે તેમના ટ્વીટર હેન્ડલ પર લખ્યું કે,આ ફેસ્ટિલ પુરો થયા પછી તમે અપહરણ, લૂટ અને ખુનામરકી કરી શકો છો. શરમ કરો શરમ”.
કાયદો અને વ્યવસ્થાની કથળેલી સ્થિતિને કારણે લોકો બિહારમાં નિતિશ કુમારની સરકાર પર માછલાં ધોઇ રહ્યાં છે. થોડા દિવસો પહેલા મુઝફરનગરમાં પૂર્વ મેયરની હત્યા થઇ હતી. આ પછી, પટણામાં પોલીસ સ્ટેશનની નજીક જ, એક ગુનેગારની જાહેરમાં હત્યા થઇ હતી.
તેજસ્વી યાદવે નિતિશ કુમારની સરકાર પણ પ્રહાર કરતા કહ્યુ કે, રાજ્યમાં કાયદો-વ્યવસ્થી કથળી છે અને સરકારના પગલાઓથી ગુનેગારો પર કોઇ અસર થઇ નથી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



