ગાબડા પડવાનો સિલસિલો યથાવત, જગતનો તાત બેહાલ

0
250

બનાસકાંઠા,તા.૩૦
બનાસકાંઠાના વાવમાં ગાબડા પડવાનો સિલસિલો યથાવત રહ્યો છે. થરાદમાં ભાખરી ગામની સીમમાં સપ્રેડા કેનાલમાં ગાબડુ પડ્યુ છે. આ જગ્યાએ અગાઉ પણ ગાબડુ પડ્યુ હતુ.
ફરી વાર ગાબડુ પડતા ખેડૂતો રોષે ભરાયા છે. આસપાસના ખેતરોમાં પાણી ભરાતા જીરાના ઉભા પાકને નુકસાન પહોંચ્યુ છે. ૩ એકરમાં પાણી ભરાતા ખેડૂતોએ પારાવાર નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ખેતરો જળબંબાકાર થઇ ગયા છે. ખેડૂતોને એક તરફ પાણી મળતુ નથી. ભારે જહેમત બાદ પાક વાવ્યો પરંતુ તમામ મહેનત પર તંત્રની બેદરકારીને લીધે પાણી ફરી ગયુ છે.
વારંવાર ગાબડા પડતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. નર્મદા વિભાગની ઘોર બેદરકારીને લીધે લોકોમાં ભારે રોષ ભરાયા છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY