ટ્રક અને કાર વચ્ચે અકસ્માતમાં બેનાં મોત, ૩ લોકો ઇજાગ્રસ્ત

0
14

બનાસકાંઠા,તા.૧૭
બનાસકાંઠામાં થરાદ સાંચોર હાઇવે પર ગત મોડી રાતે એટલે ૧૬ ઓગસ્ટનાં રોજ કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ગોઝારા અકસ્માતમાં બે વ્યક્તિઓના ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજ્યા હતાં. જ્યારે અન્ય ત્રણ ઇજાગ્રસ્તોને સારવાર માટે થરાદ રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.
થરાદ સાંચોર હાઇવે પર મોડી રાત્રે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં બે વ્યક્તિઓના ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજ્યા હતા. સુરેન્દ્રનગરનાં ૫ વ્યક્તિઓ પોતાની કાર લઇને થરાદથી સાંચોર તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન મોડી રાતે સામેથી આવી રહેલી ટ્રક સાથે તેમની કાર ધડાકાભેર અથડાઇ હતી. અકસ્માતમાં કારમાં બેઠેલા ૫ માંથી ૨ વ્યક્તિઓના ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજ્યા હતા. જ્યારે ત્રણ વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે થરાદ રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ બનાવની જાણ થતા જ થરાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY