શ્રીનગર,તા.૧૭
કેન્દ્ર સરકારે જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ ૩૭૦ નાબૂદ કર્યાના પખવાડિયા બાદ પ્રતિબંધો ધીમે-ધીમે હળવા કરવાનું શરૂ કર્યું છે. જમ્મુમાં શાળા-કોલેજો શરૂ થઈ ગયા બાદ હવે મોબાઈલ તેમજ ઈન્ટરનેટ સેવા પણ પૂર્વરત કરવામાં આવી છે. જમ્મુમાં ૨જી સ્પીડ સાથે ઈન્ટરનેટ સેવા પુનઃ શરૂ કરવામાં આવી છે. કાશ્મીરમાં પણ લેન્ડલાઈન ટેલિફોન સેવા શરૂ કરી દેવામાં આવી છે. કાશ્મીરના ૯૬માંથી ૧૭ ટેલિફોન એક્ચેંજ કાર્યરત કરવામાં આવ્યા છે. કાશ્મીર ખીણમાં અનેક દિવસ બાદ સોમવારથી રાબેતા મુજબ શાળાઓ ખોલવામાં આવશે.
કાશ્મીર ઘાટીમાં ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે શનિવારે આમ જનતાને છૂટછાટ આપવામાં આવી હતી. શહેરના ઘણા વિસ્તારમાં લેન્ડલાઈન સેવા કાર્યરત કરવામાં આવી છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, ૩૫ જેટલા પોલીસ સ્ટેશનની હદમાં આવતા વિસ્તારમાં છૂટછાટ આપવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું, હાલમાં સુરક્ષા દળો હાજર છે અને રસ્તાઓ પર બેરિકેડ હજુ પણ લગાવેલા છે.
સરકારના પ્રવક્તા રોહિત બંસલ દ્વારા જણાવવામાં આવ્યું, ૩૫ જેટલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવનજાવન માટે છૂટછાટ આપવામાં આવી છે. કિશ્તવાડમાં પણ શનિવારના રોજ દિવસભર કલમ-૧૪૪ હટાવી લેવામાં આવી છે.ચારધામ હાઇ-વે પ્રોજેક્ટને જોડતી ૯૦૦ કિમી મહત્ત્વકાંક્ષી યોજનાને સુપ્રિમ કોર્ટની મંજૂરી
ન્યુ દિલ્હી,તા.૧૭
ચારધામની યાત્રાએ જનારા લોકો માટે એક ખુશ ખબર આવી છે. જે મુજબ સુપ્રીમ કોર્ટે શુક્રવારે ઉત્તરાખંડના ચાર પવિત્ર ધાર્મિક શહેરોને દરેક મોસમમાં જોડનારા ૯૦૦ કિમી લાંબા મહત્વકાંક્ષી ચારધામ હાઈવે યોજનાને મંજૂરી આપી દીધી છે. કોર્ટે ગ્દય્્ને આદેશમાં ફેરફાર કરતા પર્યવારણની બાબતો પર વિચાર કરવા એક સમિતિની રચના કરવા માટે કહ્યું છે. ૯૦૦કિમીના આ હાઈવેથી કેદારનાથ, બદ્રીનાથ, યમનોત્રી અને ગંગોત્રી યાત્રાધામોને જોડવામાં આવશે.
જસ્ટિસ રોહિંગ્ટન એફ નરીમનની અધ્યક્ષતાવાળી બેંચે પર્યાવરણ તથા વન મંત્રાલયને ૨૨ ઓગસ્ટે આ સમિતિની રચનાનો નિર્દેશ આપ્યો છે. આ પહેલા એનજીટીએ આ પરિયોજના પર નજર રાખવા માટે ઉત્તરાખંડ હાઈકોર્ટના એક પૂર્વ જજની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરી હતી.
આ પહેલા સીટિઝન ફોર ગ્રીન દૂન નામના ગ્દય્ર્ંએ પાછલા વર્ષે ૨૬ સપ્ટેમ્બરે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. જે મુજબ આ યોજનાથી વિસ્તારની પરિસ્થિતિને થનારા નુકસાનની ભરપાઈ નહીં થઈ શકે. જોકે કોર્ટે હવે સમિતિના દેખરેખ હેઠળ બધુ કામ થાય અને દર ત્રણ મહિને મીટિંગ કરીને પર્યાવરણના માનકોનું ધ્યાન રખાઈ રહ્યું છે કે નહીં તે સુનિશ્ચિત કરવા કહ્યું છે. સમિતિ રસ્તા બનાવવા માટે વૃક્ષ, વન વિસ્તાર અને અન્ય કુદરતી સ્ત્રોતોને નુકસાન ન થાય તેનું પણ ધ્યાન રાખશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



