બનાસકાંઠા,તા.૨૫
રાજસ્થાનનાં શિરોહી પાસે નેશનલ હાઇવે પર બનાસ ડેરીનું દૂધનું ટેક્નર પલટી ખાતા અકસ્માત સર્જાયો હતો. નેશનલ હાઇવે પર દૂધનું ટેક્નર પલટી ખાઇ જતાં હજારો લીટર દૂધ ઢોળાઇ ગયુ હતું.
જેને કારણે આસપાસનાં ગામનાં લોકો વાસણો લઇને દૂધ લેવા માટે આવી ગયા હતાં. દ્રશ્યો એવાં સર્જાયા હતાં કે લોકો નેશનલ હાઇવે પર ઢોળાયેલું દૂધ વાસણોમાં ભરી ભરીને લઇ જતાં નજરે ચઢયા હતાં.
આખી ઘટનામાં જાણે શિરોહી નેશનલ હાઇવે પર દૂધની નદીઓ વહેવા લાગી હોય તેમ જોવા મળી રહ્યું હતું. હાવે પર અકસ્માત સર્જાવવાને કારણે ચક્કાજામની સ્થિતિ સર્જાઇ હતી.
સદનસીબે બનાસ ડેરીનાં દૂધ ભરેલા ટેક્નરનાં અકસ્માતને કારણે કોઇ જાનહાની થઇ નથી. જોકે હજારો લીટર દૂધ ઢોળાઇ જતા મોટુ નુક્સાન થયું છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




